વિષય :- રામનવમી શોભાયાત્રા તૈયારી અંગે….
ધોરાજી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રા નું તારીખ 30/03/2023 ને ગુરૂવારના દિવસે આયોજન કરવામાં આવેલ છે આ શોભાયાત્રા નું પ્રસ્થાન સ્ટેશન પ્લોટ માં આવેલ રામ મંદિર ખાતેથી સવારે 7:00 કલાકે થશે.શોભાયાત્રા નો રૂટ રામ મંદિર – જમનાવડ રોડ – પોસ્ટ ઓફિસ ચોક – ગેલેકસી ચોક અવેડા ચોક – શાક માર્કેટ – દરબાર ગઢ – ત્રણ દર્વાજા – સ્ટેશન રોડ – બંબાગેટ થી રામ
મંદિર ખાતે બપોરે 12:00 કલાકે મહા આરતી કરી પૂર્ણાહુતિ થશે.શોભાયાત્રા ની તૈયારી ના ભાગરૂપે ધોરાજીના અનેક યુવક મંડળો વિવિધ પ્રકારના સુંદર ફ્લોટ તૈયાર કરી રહ્યા છે તથા ધોરાજી શહેરને કેસરી ધ્વજા પતાકાથી શણગારવામાં આવી રહ્યું છે.તો આ શોભાયાત્રામાં જોડાવા માટે ધોરાજીની ધર્મપ્રેમી જનતાને તથા સમગ્ર હિન્દુ સમાજને સહપરિવાર પધારવા માટે ભાવ ભર્યુ જાહેર આમંત્રણ પાઠવે છે.


