જૂનાગઢ શહેરની એન.પી.ભાલોડિયા હાઇસ્કુલના વિદ્યાર્થીઓનું ધો.૧૨ સાયન્સમાં સારૂ એવું પરિણામ આવ્યું છે. ત્યારે ભાલોડિયા હાઇસ્કુલ દ્વારા ધો.૧૨ સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢની એન.પી.ભાલોડિયા હાઇસ્કુલના ધો.૧૨ સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પીકેએમ કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત હાઇસ્કુલના પ્રિન્સીપાલ અંજલીબેન સાવલિયા દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાસંગિક પ્રવચન ટ્રસ્ટી શ્રી ડો.કણસાગરા, કેમ્પસ ડાયરેક્ટર ડો.ડી.એ.ડઢાણિયાએ જણાવ્યું હતું કે, ભાલોડિયા હાઇસ્કુલમાં આધુનિક સુવિધા અને સારા શિક્ષણને કારણે ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓએ સારૂ પરિણામ મેળવ્યું છે. તેમજ જોઇન્ટ મેનેજીંગ ટસ્ટ્રી રતિભાઇ મારડિયા દ્વારા પણ વિદ્યાર્થીઓને પોતાની આગળની કારકીર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રમુખશ્રી સી.એ.સવજીભાઇ મેંનપરા દ્વારા આર્શીવચન આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય જણાવ્યો હતો અને ૧૪ વિદ્યાર્થીઓ કે, જેઓ એ ધો.૧૨ સાયન્સમાં ૯૯.૯૮ થી ૯૮.૦૮ પીઆર મેળવ્યા છે. તેઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આભાર વિધિ ટ્રસ્ટી અને એકેડેમીક ઇન્ચાર્જ ડો.જે.એન.જસાણી દ્વારા કરવામાં આવી હતી.


