(બ્લેન્ડર, રોયલ સ્ટેગ વીસ્કી અને ઓલ્ડ સ્મગલર જેવી હાઈ સ્ટાન્ડર્ડ વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો)
ધ્રાંગધ્રા : (સિંધુ દિલસે)
જિલ્લા ઇન્ચાર્જ અધિક્ષક દ્વારા જાહેર કરેલ પ્રોહીબીશન ડ્રાંઇવ હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક અને સીટી પીઆઇ દ્વારા એક સર્વેલન્સ વોચ ગોઠવવામાં આવી હતી જે અંતર્ગત ચોક્કસ બાતમી આધારે ધ્રાંગધ્રા શહેરના ધોરી ધાર વિસ્તારમાં કૈલાશ નગર પાસે આવેલ શાળા નંબર 14 ની સામેના મકાનમાં રેડ કરતા બ્લેન્ડર વિશકીની કાચની બોટલ નંગ 19 કી. રૂ 16,150/- સાથે રોયલ સ્ટેગ વિશકીની કાચની 34 બોટલ કી. રૂ 13,600 અને ઓલ્ડ સ્મગલર રમ ની પ્લાસ્ટિકની 28 નંગ બોટલ જેની કિંમત રૂ 9800/- સહીત કૂલ નંગ 81 અને કૂલ મુદ્દામાલ રૂ.39,550/- સહીત આરોપી અભિષેક રાજકુમાર તિવારીને ઝડપી પાડ્યો હતો
