(કુટુંબી ભત્રીજાએ કાકાના ઘર ઉપર કર્યો હુમલો)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા.
ધ્રાંગધ્રા તાલુકાના ખાભળા ગામે જૂની ફરિયાદનું મનદુઃખ રાખી દારૂ પી ને પોતાના કુટુંબી ભત્રીજા દ્વારા ઘરની ઝાડી ખખડાવી પાટા મારી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધવામાં આવી છે. ફરિયાદ હકીકત મુજબ હનુભાઈ ભીમાભાઇ વાઘેલાએ તેમના ભત્રીજા રાહુલ દ્વારા 30 માર્ચની રાત્રે 12 વાગ્યે ઘર ઉપર આવી મનફાવે તેમ ગાળો ભાંડી જાનથી મારી નાખવા સબબની પોલીસ ને જાણ કરી હતી જો કે તાલુકા પોલીસ દ્વારા તત્કાલ ત્યાં પહોંચી રાહુલ પ્રેમજીભાઈ વાઘેલાને ઝડપી લીધો હતો જે આધારે 31 તારીખે હનુભાઈ દ્વારા બનાવ સબન્ધીત અરજી આપી વિગત જણાવવામાં આવી હતી. સમગ્ર બનાવના મૂળમાં હનુભાઈનાં નાનાભાઈની દીકરી શિલ્પા દ્વારા ભૂતકાળમાં રાહુલ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી જે બાબતનું મનદુઃખ રાખી આરોપી દારૂ પી ને પોતાના ઘરે આવી ફરિયાદ પાછી લેવડાવવા બેફામ વર્તન કર્યું હતું. પોલીસ દ્વારા ipc 504,506(2) મુજબ ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
