Gujarat

ધ્રાંગધ્રા પંથકના ગામડાઓમાંથી ઉઠતો પોકાર : સરકારનાં લાખો રૂપિયાનો બગાડ બઁધ કરો.

(રાજ્ય સરકારનાં આરોગ્ય અને સ્વચ્છતાં મિશન માટે કરોડોની ફાળવણી સામે પ્રશાસનની ઘર ભરો નીતિ)
બોક્સ 1:
ધ્રાંગધ્રા તાલુકાના 18 જેટલાં ગામડાઓમાં GEM પોર્ટલ થકી ગામડાઓમાં ડોર ટુ ડોર કલેક્શન ઇ રીક્ષાની ફાળવણી માટે અંદાજિત 75 લાખ રૂપિયાનો બેફામ બગાડ. આજે પણ ઇ રીક્ષાઓ કોઈ પણ ઉપયોગ વગર ધૂળ ખાઈ રહી છે. ટેન્ડર વગર ઇ રીક્ષાની ખરીદી પણ ઊંચી કિંમતે કરાઈ હોવાના આક્ષેપો શાંત થયા ત્યાં ગામડામાંથી તેના સાચા ઉપયોગ માટેની રાવ ઉઠી]
બોક્સ 2
[15 માં નાણાં પંચ હેઠળ ગામડાઓમાં પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય સેન્ટરોમાં આરોગ્યલક્ષી મજબૂતી કરણ અર્થે RO પ્લાન્ટ ની ઇ ગ્રામ સ્વરાજથી GEM પોર્ટલમાં બહાલી આપી અંદાજિત 65 લાખનાં ખર્ચે 18 જેટલાં ગામડાઓમાં ઉભા કરેલા RO પ્લાન્ટ ચાલુ ક્યારે કરાશે ની રાહે ગામડાઓ મીટ માંડી બેઠા છે.]
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા પંથકમાં ગામડાઓને વિકાસશીલ બનાવવા થતા કાર્યોમાં સરકારના પૈસાનો બેફામ દુરુપયોગ થતો હોવાની રાવ ઉઠવા પામી છે.એક તરફ વર્ષ 2017 માં કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના કાર્યોનો વહીવટ પારદર્શિ બનાવવા GEM પોર્ટલ થકી ઓનલાઇન ટેન્ડરિંગની વ્યવસ્થા કરી છે તયારે તેમાં પણ અધિકારીઓ મનમાની ચલાવી યેનકેન પ્રકારે ભ્રસ્ટ્રાચાર કરતા હોવાની વિગતો સાંપડી રહી છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના 18 જેટલાં ગામડાઓમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે GEM પોર્ટલ થકી ઇ રીક્ષાની ખરીદી કરવામાં આવી હતી અને અનેક સામાજિક કાર્યકરોએ રીક્ષા મોંઘા ભાવે ખરીદી હોવાના આક્ષેપ કર્યા જ હતા જે સમગ્ર મામલો હાલ ઠંડો પડ્યો છે ત્યાં ગામડાઓમાંથી આ ઇ રીક્ષાઓનું શુભ મુહર્ત ક્યારે નીકળશે એમ ટીખડો સંભળાઈ રહી છે.ગામડાની સ્વચ્છતાનાં નામે લાખો રૂપિયાના ખર્ચે ખરીદી કરેલી આ ઇ રીક્ષાઓ ધૂળ ખાઈ રહયાના આક્ષેપો ગામડાઓમાંથી જ સામે આવી રહ્યા છે.જો કે ઇ રીક્ષા ની જેમ જ આરોગ્યલક્ષી સુવિધાનાં નામે 18 જેટલાં ગામડાઓની સરકારી શાળાઓ અને આરોગ્ય સેન્ટરોમાં નાખેલ શુદ્ધ પાણી માટેના RO વોટર પ્લાન્ટની પણ આવ હરખા આપડે બેય સરખા માફક બંધ હાલતની ચિંતા ગામવાસીઓ બતાડી રહ્યા છે.ગામડાઓમાં નવા નાખેલ RO પ્લાન્ટમાંથી માંડ 3 હાલ ચાલુ સ્થિતિમાં હોવાની વિગતો સામે 75 ટકા RO પ્લાન્ટ બંધ હાલતમાં હોવાની ફરિયાદ જોવા મળી રહી છે.તાલુકા પંચાયત પ્રશાસન માત્ર ભ્રસ્ટ્રાચારમાં ગળાડુબ રહેવા સાથે નિમ્ભર પણ બનતું સામે આવ્યું છે આ અગાઉ પણ ઇ રીક્ષા બાબતેં પ્રશાસનની નિષ્ક્રિયતાની ગુંજ મીડિયામાં જોરશોરથી સંભળાઈ હતી તેમ છતાંય સ્થિતિ યથાવત જોવા મળતાં ઉચ્ચ સ્તરની કોઈ પણ બીક જ નહિ હોવાનું ચિત્ર ગામડાઓનાં વિકાસ માટે શરમજનક અને અધિકારીઓની નિમ્ભર મનમાની છતી કરી જાય છે.અન્ય રાજ્યોમાં પંચાયત એક્ટ હેઠળ વિકાસના કાર્યોમાં ભ્રસ્ટ્રાચાર અને સરકારનાં પૈસાના બેફામ બગાડ સામે અધિકારીઓ ઉપર ફરિયાદ થવા સાથે સરપંચોને બરખાસ્ત કરવા જેવી શિક્ષાત્મક કાર્યવાહી અમલી બનતી સામે આવી છે તયારે ઉચ્ચ વહીવટ તંત્ર સત્વરે આ દિશામાં કડક હાથે કામ લેશે તેવી ગામડાઓમાંથી માંગણી હાલ સામે આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *