Gujarat

ધ્રાંગધ્રા પંથકમાં વિજ ચેકીંગ દરમ્યાન ૩૦.૪૫ લાખની વિજ ચોરી ઝડપાઇ.

(એક દિવસમાં જુદી-જુદી ૨૩ ટીમોએ વિજ ચેકીંગમા દરોડા પાડ્યા)
                      ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમા ૧૭ મેના રોજ પ.ગુ. વિજ કંપનીના સ્ટાફે ચેકીંગ હાથ ધયુઁ હતુ. જેમા વિજીલ્યન્સ સ્ક્વોડઁના અધિકારી દ્વારા જુદી જુદી ૨૩ ટીમો બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૯૭ વિજ ચેકીંગો હાથ ધરાયા હતા જેમાથી કુલ ૬૬ વિજ જોડાણોમાં ગેરકાયદેસર કનેક્શન અને વિજ ચોરી ઝડપાતા તમામને દંડ આપી કુલ ૩૦.૪૫ લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી. જ્યારે પ.ગુ.વિજ કંપનીના કાયઁપાલક ઇજનેર જે.બી.ઉપાધ્યાય ધ્વારા જણાવ્યુ હતુ કે આગામી સમયમા વધુ ટીમો બનાવી હજુ કેટલાક વિજ ચોરી કરનારાઓને દંડ આપી સખ્ત કડક કાયઁવાહી કરવામા આવશે આ તરફ પ.ગુ.વિજ કંપનીની કાયઁવાહીની વિજ ચોરીમા ફફડાટ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *