(છુટા છવાયા રહી છુપાઈને વરલી નો વેપાર લેતાં શકુનીઓ ઉપર પોલીસની બાજ નજર)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા શહેરનાં ફૂલેશ્વર મંદિર પાસે છાપરાવાળી કટલેરીની લારીમાં વરલી લખી વેપાર લેતાં એક ઈસમ સહીત તેની સ્થળ ઉપર જ પૂછપરછ બાદ અન્ય ઈસમ જેને તેં લખેલો વેપાર કપાવતો હતો તેને પણ બોલાવીને બંને ઈસમની રોકડા રૂપિયા 900 અને 2 મોબાઈલ સહીત કુલ રૂપિયા 4900 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જો કે ધ્રાંગધ્રામાં વરલીનો જુગાર રમાડતા ઈસમો ગલીઓ ખાંચા શોધી કે ફોન દ્વારા વેપારની આપ લે કરી રહ્યા છે ત્યારે પોલીસની પેટ્રોલિંગ ટીમ બાતમી દારોનાં નેટવર્ક થકી આવા ઈસમોને ઝડપી રહી છે. હાલ તો ધ્રાંગધ્રા ફૂલેશ્વર પાસે વેપાર લેતાં જતીન રસિકભાઈ કંસારા ને ઝડપી તેં ઉપર જેને કટિંગ નાખતો એવો બીજો આરોપી નીલકંઠ જીતેન્દ્રભાઈ જાદવને ઝડપી જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
