મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જળપક્ષી અભ્યારણ અને છીછરા પાણીના સરોવર પૈકીનું એક છે. પરીએજ સરોવર અંદાજે ૧૨ ચો કિ.મી જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો મોટો જળ ભંડાર છે. પરીએજના મુખ્ય તળાવનો વિસ્તાર 12 ચો.કિ.મી.માં ફેલાયેલો છે. તેની સામાન્ય ઊંડાઈ 8 ફૂટ અને મહત્તમ ઊંડાઈ 10.5 ફૂટ છે. અહિંકલ અને નર્મદા કેનાલનું પાણી તળાવ ભરવા માટેના મુખ્ય સ્ત્રોત છે. પરીએજ તળાવમાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે અને ખાસ કરીને સારસ બેલડી આ તળાવમાં જોવા મળે છે. પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ આ તળાવોની અવારનવાર મુલાકાત લેતા હોય છે. જેથી રાજ્ય સરકારે આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. પરીએજ તળાવનું સુંદર શાંત પાણી, રંગબેરંગી ઉડતા પક્ષીઓ અને સુંદર સૂર્યાસ્તનો નજારો આકર્ષક છે. પરીએજ બાળકો સાથે અને પરિવાર સાથે પીકનીક પોઇન્ટ છે. પરંતુ મોટાભાગના પક્ષીઓની વસ્તી અને વિવિધ પ્રકારના પક્ષીઓ ખાસ કરીને શિયાળામાં જોઈ શકાય છે. વહેલી સવારે પક્ષીઓ વ્યાપકપણે જોઈ શકાય છે.
આવો જાણીએ સારસ પક્ષી વિષે રસપ્રદ વાતો :-
પરીએજ ઈકો ટુરિઝમ સાઈટ સારસ પક્ષીઓ માટે જાણીતી છે. આ પક્ષીઓને સારસ બેલડી પણ કહેવામાં આવે છે.આ પક્ષીઓ પ્રેમનું પ્રતીક છે.
સારસ એ મુખ્યત્વે ઉત્તરપ્રદેશ રાજ્યનું રાજ્ય પક્ષી છે.સમગ્ર ભારતમાં સારસ સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં છે.બીજા ક્રમે ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ ખેડા જિલ્લાના માતર તાલુકાના પરીએજ ખાતે 60 % સારસ પક્ષીઓ વસવાટ કરે છે.
સારસ ક્રેન એ વિશ્વનું સૌથી ઊંચું ઉડતું પક્ષી છે જે 240 સે.મીની પાંખો સાથે 152-156 સેમી ઊંચું ઉડી શકે છે. તે લાલ માથું અને ઉપરની ગરદન અને નિસ્તેજ લાલ પગ સાથે મુખ્યત્વે ગ્રે પ્લમેજ રંગ ધરાવે છે. તેનું વજન 6.8-7.8 કિલોગ્રામ જેટલું હોય છે.
સારસ ક્રેનને IUCN રેડ લિસ્ટ અને વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એમેન્ડમેન્ટ એક્ટ, 2022ના શેડ્યૂલમાં સંવેદનશીલ પક્ષી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. સારસ પોતાને સબ ઓપ્ટિમલ વેટલેન્ડ ચોખા ડાંગરના પાકના ખેતરના મોઝેકમાં અનુકૂલન કર્યું હોય તેવું લાગે છે અને સારસ ચોખાના ડાંગરમાં જળચર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ મેળવે છે. તે વારંવાર ઘાસચારો અને માળો બનાવવા માટે પૂરગ્રસ્ત કૃષિ ક્ષેત્રોનો ઉપયોગ કરે છે. આ ક્ષેત્રો સારસ માટે સરોગેટ માર્શેસ કહેવામાં આવે છે.સારસનું ભ્રુણ 60 દિવસ પછી પરિપક્વ થાય છે.અને બાળકોને જન્મ આપે છે.સારસ પક્ષીઓનું જીવન 15 થી 18 જેટલું હોય છે.
સારસ શાકાહારી પક્ષી છે.કેટલાક સંજોગોમાં તે માછલીઓનું પણ શિકાર કરે છે.
વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે વેટલેન્ડનાં ફાયદા
• વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ માટે આદર્શ આશ્રયસ્થાન: વેટલેન્ડ વિવિધ પ્રકારનાં જીવો માટે એક આદર્શ રહેઠાણ છે. સુક્ષ્મ જીવાતોથી લઈને છોડવાઓ, ઉભયજીવીઓ, રેપ્ટાઈલ્સ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ પૂરુ પાડે છે. અને જીવો જીવસ્ય ભોજનમ સ્વરૂપે તેમની આહારશ્રુંખલા જળવાયેલી રહે છે.
• તાપમાનમાં ઘટાડો થાય; ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન દુનિયાને પોતાનાં ભરડામાં લઈ રહ્યો છે ત્યારે પાણીનાં મોટા સ્ત્રોતોને કારણે સરેરાશ તાપમાનમાં ઘટાડો થાય છે.
• પાણીનું સ્તર જળવાય: વેટલેન્ડનું સંરક્ષણ કરવામાં આવે તો તેના લીધે ભુગર્ભ જળનું પ્રમાણ ઉંચુ આવે છે, અને પાણીના પ્રશ્નોના નિરાકરણમાં મોટી મદદ મેળવી શકાય છે.
• પોષકતત્વોની જાળવણી થાય: વેટલેન્ડ પાણીની ગુણવત્તા સુધારવામાં ઘણા મદદરૂપ થાય છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોની રિસાયકલિંગ પ્રક્રિયામાં પણ તેઓ અગત્યની ભુમિકા ભજવે છે. વેટલેન્ડમાં ઉગેલી વનસ્પતિ દ્વારા આવા પોષકતત્વોને શોષી લેવામાં આવે છે, અને જ્યારે તેમનાં પર્ણ ખરી પડે, કે તેમનો નાશ થાય ત્યારે આ પોષકતત્વો અન્ય સ્વરૂપે ફરી વાતાવરણમાં પ્રવેશે છે.
• જળચક્ર અને કાર્બનચક્રનું સમતુલન જળવાય: વેટલેન્ડ ફોટોસીન્થેસીસની પ્રક્રિયા દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઈડ શોષી લઈને તેનું જૈવિક તત્વોમાં રૂપાંતરણ કરી દે છે. માણસ દ્વારા પેદા કરવામાં આવતા ગ્રીનહાઉસ ગેસની નકારાત્મક અસરો દુર કરવામાં પણ વેટલેન્ડનો અગત્યનો ફાળો છે.


