Gujarat

નર્મદામાં કાછીયા પટેલ જ્ઞાતિના ગુજરાત કક્ષાના ૬૫ તેજસ્વી તારલાઓનું મેડલ અને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાયું

નર્મદા
સમાજ સેતુ સેવા ટ્રસ્ટ (ગુજરાત ) દ્વારા વડોદરા કાછીયા સમાજની વાડી ખાતે ૬૫ તેજસ્વી તારલાઓનું ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને સન્માન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ૨૪ વર્ષમાં જ્ઞાતિ જનનો સર્વાગી વિકાસ થાય જે માટે શિક્ષણ તેમજ સામાજિક સેત્રે અત્યાર સુધીમાં ૨૨ થી વધુ જ્ઞાતિ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ સાથે યુવા ભાઈ બહેનોને વ્યાપાર નોકરી મળે જે માટે જ્ઞાતિ જનોના વિવિધ સેત્રના સંમેલનો યોજવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી જ્ઞાતિ વિકાસ માટેના પરિચય સેતુ ભાગ એક થી સાત અને મંગળ ફેરા ભાગ ૧ થી ૫ ના પુસ્તકો પ્રકાશિત કરીને સમગ્ર જ્ઞાતિ વિકાસમાં અમૂલ્ય ફાળો ટ્રસ્ટ આપ્યો છે. ટ્રસ્ટના સ્થાપક તેમજ તત્કાલીન મેં. ટ્રસ્ટી રાજપીપળાના વતની મહેશ ચંદ્ર દલાલ દ્વારા તમામ પ્રવૃતિઓનું આયોજન /સંચાલન રાજપીપળાથી કરી રહ્યા છે. ૨૦૨૩ નવા વર્ષના રોજ ટ્રસ્ટનો ૨૫ મું વર્ષ શરૂ થયું છે. ત્યારે ૫૦૦ થી વધુ જ્ઞાતિજનોની હાજરીમાં ૬૫ તેજસ્વી વિધાર્થીઓનું તેમજ ૩૦ કાયમી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો તમામ ખર્ચ યોગેશ ધાણાવાળા નડિયાદ તેમજ ભરત પટેલ સાબુવાળા અમદાવાદ દ્વારા ૧ લાખથી વધુ દાન ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું. જેમાં રાજપીપળાના ૩ વિધાર્થીઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યું હતું, ત્યારે જેમાં ખાસ રાજપીપળાની આર્ચી દિપક પટેલને માસ્ટર ઓફ મેડિકલ ટેકનોલોજી કરેલ જેનું સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા અને હર્ષ પટેલ (દ્બજષ્ઠ) અને, રિયા પટેલ (ઙ્મઙ્મહ્વ) મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *