Gujarat

નલ સે જળ યોજનાના નર તો લાગી ગયા છે પરંતુ તેમાં પાણી નથી.. સરકાર પાણી આપો પાણી આપો ગામ લોકોએ કહ્યું  

છોટાઉદેપુર જિલ્લા ના કેટલાક અંતરિયાળ વિસ્તારો મા જળ સ્તર નીચે જતા રહેતા મહિલાઓને પાણી મેળવવા માટે રજળ પાટ કરવાનો વારો આવ્યો છે.
કવાંટ તાલુકા નું નાની ટોકરી ગામ કે જે ગામ ની વસ્તી લગભગ 4000 જેટલી છે અને આ ગામ બે ભાગ મા વહેંચાયેલ છે .એક ભાગ ના પટેલ ફળીયા અને નીચલા ફળીયા ના લગભગ 1800 જેટલા રહીસો માટે ઉનાળા ની શરૂઆત થતા જ પીવાના પાણી ની સમસ્યા ઉભી થાય છે. પાણી ના જળ સ્તર પાતાળ મા જતા રહેતા કોતરો, કુવા , બોર મા પાણી રહેતું નથી . ગામ ના લોકો આ સમસ્યા નો ભોગ વર્ષો થી બની રહયા છે . સરકારે તેમની સમસ્યા ના નિવારણ માટે નલ સે જળ યોજના નો લાભ તો આપ્યો છે પણ નલ મા પાણી આવે તેવી કોઈ વ્યવસ્થા નથી કરી એટલેકે કુવા મા હોઈ તો હવાળા મા આવે તેવી સ્થતી જોવાઈ રહી છે. નલ મા પાણી લાવવા માટે પહેલા થી કોઈ આગોતરું આયોજન ના કરાતાં યોજના ના નળો ઘરે ઘરે લગાવી દીધા છે. પણ પાણી જ ના આવતા આજે એ નળો ઘર પાસે શોભા ના ગાંઠિયા સમાન જોવાઈ રહયા છે .ગામ ના લોકો નું કહેવું છે કે જ્યારે થી નળ લગાવ્યા છે ત્યાર થી તેમાં ટીપું પાણી નથી આવ્યું. સ્ટેન્ડ પોઝ પણ પાણી આવતા પહેલા ઉખડી ગયા છે. એવું પણ નથી કે ગામના લોકો એ અને ગામ ના સરપંચે પણ પીવાના પાણી ની સમસ્યા દૂર કરવા તંત્ર મા રાજુઆતો ના કરી હોય .તેમની રજૂઆતો ધ્યાને ના લેવાતા ગામ ના લોકો મા આજે ખાસી નારાજાગી જોવાઈ રહી છે.
જળ એ જીવન છે કોઈ પણ જીવ ને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણી ની જરૂર હોઈ છે. પાણી મેળવવા રજળ પાટ કરતી મહિલા ઓ ને જુવો વહેલી સવાર થી પાણી મેળવવા માટે જ્યા પણ પ્રાઇવેટ બોર હોઈ ત્યાં પાણી લેવા માટે જતી હોય છે . જે બોર મા પણ માંડ માંડ પાણી આવે છે જેને મળે તેને ઠીક નહીં તો તેમને અન્ય જગ્યાએ જવું પડે છે અને ત્યાં પણ ના મળે તો છેલ્લે ગામ ના છેવાડે એક થી દોઢ કિમિ દૂર ચાલી ને બે બેડા પાણી મેળવવા પણ જવું પડે છે . ગામ ની મોટી વસ્તી ધરાવતા આ ગામ ની મહિલા ઓ ને અહી પણ કલાકો સુધી પાણી મેળવવા રાહ જોવી પડે છે. મહિલા ઓ નું કહેવું છેકે પાણી મેળવવા માટે તેમને આ રિતે આખો દિવસ કાઢવો પડે છે. ખેતી નું કામ પણ કરી શકાતું નથી . ભારે કસ્મકસ થી બે બેડા પાણી મેળવતી મહિલાઓને તેમના પશુ ઓની ચિંતા છે. ગામ ના તમામ લોકો ને ફિકર છે તો તેમને અને તેમના પશુ ઓ ને પીવા ના પાણી માટે ની આ બાબતે ચિંતા કરી ગામ ના એક નાગરીકે તેમના પિતા આજે હયાત નથી અને તેમને કરેલ સરકારી નોકરી માંથી જે પૈસા મળ્યા છે તે પૈસા માંથી તેમની યાદ મા ગામ ના લોકો ને પાણી મળે તે માટે બોર તો કરાવ્યો પણ તેમાંય પાણી ના મળતા તે આજે દુઃખી છે .
  ગામ ની મહિલા ઓ તો પાણી મેળવવા રઝળપાટ કરી તેમની અને તેમના પશુ ની પ્યાસ બુજાવે છે ત્યારે સરકાર કોઇ આગોતરું આયોજન કરી ગામ ના લોકોને પાણી મળે તે માટે ની ફિકર કરે તેવી ગામના લોકો માંગ કરી રહ્યાં છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230316-134557.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *