નવસારી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં સુરત જેવી જ એક ઘટના સામે આવી છે. ડાભેલ ગામમાં ગૌમાંસના સમોસા વેચતો એક વ્યક્તિ ઝડપાયો છે. આ આરોપી છ-ર્ંદ્ગઈ નામની ચિકન બિરયાની નામની લારી પર ગૌમાંસના સમોસા વેચતો હોવાનું સામે આવ્યુ છે. જાે કે આ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. ઘટના કઇક એવી છે કે આરોપી છેલ્લા ૪ વર્ષથી મરઘી અને બકરીના માસનું કહી ગૌમાંસના સમોસાનું વેચાણ કરતો હતો. જાે કે ગૌ રક્ષકોએ મરોલી પોલીસ સાથે રહીને ડાભેલ ગામમાં જઈને રેડ કરી હતી. જેમાં સમોસામાં ગૌમાંસ વેચવાની ઘટના આશંકા સેવાઇ રહી હતી. જે પછી પોલીસે સમોસાને હ્લજીન્ મોકલી તપાસ કરતા ગૌમાંસ હોવાનું સામે આવ્યુ છે. જે પછી પોલીસે આરોપી અહમદ મહમ્મદ સૂઝની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ છે.નવસારીના જલાલપોર તાલુકાના ડાબેલ ગામમાં સમોસામાં ગૌમાંસનું વેચાણ થતું હોવાનું ગૌ રક્ષકો અને પોલીસના દરોડામાં બહાર આવ્યું હતું. ગૌરક્ષકોના આરોપો પર પોલીસે સમોસામાંથી મળેલા ગૌમાંસના ટુકડાને તપાસ માટે મોકલ્યા હતા. એફએસએલ ટેસ્ટમાં સમોસામાં બીફ હોવાની પુષ્ટિ થઈ હતી.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે લારીમાં ગૌમાંસના સમોસા મળ્યા હતા તેનું નામ એ-વન ચિકન બિરયાની લારી છે. એ-વન ચિકન બિરયાનીની લારી છેલ્લા ચાર વર્ષથી જાેઈ રહી હતી. આ લારીમાં ચિકન અને બકરીના માંસની સાથે બીફ સમોસા પણ બનાવવામાં આવ્યા હતા.પોલીસે માંસ સપ્લાય કરનાર એક વ્યક્તિ વિશે પણ જાણકારી મેળવી લીધી છે, પોલીસ તેને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
