ઊના – ઊના તાલુકાના નવાબંદરમાં પીજીવીસીએલ કેબલ બદલવાની કામગીરી શરૂ હોય તે વખતે બે વિજપોલ પર વિજ જોડાણ ન હોવાથી તે કેબલ ઉતારી લેવાની કામગીરી વખતે આ વિસ્તારની મહીલા ઓએ પીજીવીસીએલના કર્મચારીઓનો ઘેરાવ કરી કેબલ ફરીથી લગાડી આપવાની માંગ કરતા મામલો ગરમાયો હતો. અંતે પોલીસને બોલાવાની ફરજ પડી હતી. બાદમાં મામલો થાળે પડ્યો હતો.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ નવાબંદર ગામમાં આવેલ ઇદગાહ વિસ્તારમાં કેબલ બદલવાની કામગીરી શરૂ હોય તે દરમ્યાન આ વિસ્તારમાં બે વિજપોલ પર વિજ જોડાણ ન હોય તેથી આ વિજપોલ પરનો કેબલ ઉતારી લેવાની કામગીરી પીજીવીસીએલ દ્રારા શરૂ હતી. પરંતુ આ બે વિજપોલ પર વિજ જોડાણ ન હોય પરંતુ આ વિસ્તારના ૨૦ થી ૨૫ મકાનોમાં રહેતા લોકો દ્રારા આ વિજપોલના કેબલ માંથી વિજચોરી કરવામાં આવતી હોવાનું પીજીવીસીએલના કર્મચારી ઓને માલૂમ પડતા કેબલ તેમજ વિજચોરી કરનારા ઓનો કેબલ પણ કાઢી લેવામાં આવતા આ વિસ્તારની મહીલા ઓએ કામગીરી કરનાર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના માણસોનો ઘેરાવ કરી ત્યાંથી જવા દીધેલ ન હતા. અને વિજપોલ પરથી ઉતારેલ કેબલ વાયર ફરીથી લગાડી આપવાની ઉગ્ર માંગણી તેમજ જીદ મહીલાઓ દ્રારા કરવામાં આવતા મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પીજીવીસીએલ દ્રારા નવાબંદર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયા બાદ મામલો થાળે પાડ્યો હતો. અને બાદમાં કોન્ટ્રાક્ટરોના માણસોને ત્યાંથી નિકળવા દીધેલ હતા. આ અંગે પીજીવીસીએલના સુત્રો માંથી મળતી માહીતી મુજબ આ ઇદગાહ વિસ્તારમાં કેબલ બદલાવી વખતે વિજચોરી ૨૦ થી ૨૫ મકાનોમાં થતી હોવાનું બહાર આવેલ અને ફરજ પરના માણસો તેમની કામગીરી કરતા હતા. એ વખતે બધાજ કેબલ વિજપોલથી ઉતારી નાખતા મામલો ગરમાયો હતો. કેમ કે જે લોકો વિજચોરી કરતા તે લોકો એ મહીલાઓને આગળ કરી તે દુઃખદ બાબત કહેવાય અને વિજવાયરોની સાથે વિજચોરી અટકાવવા માટે અડચણરૂપ મહીલાઓ બની હતી. અંતે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ સવાલ એ છેકે આ મહીલાઓ દ્રારા ઉગ્ર માંગ કરવામાં આવતા અને એ સમયે મામલો થાળે પાડવા પીજીવીસીએલ દ્રારા આ વિસ્તારમાં કેબલ લગાવી આપતા મામલો શાંત પડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
