Gujarat

નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યાના આઠ વર્ષ બાદ પણ એમજીવીસીએલના બિલમાં જૂનો તાલુકો અને જિલ્લાનું નામ યથાવત 

બોડેલી તાલુકા બન્યો આઠ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો પણ હજુ પણ બોડેલી તાલુકાનું નામ ન હોવાથી ગ્રાહકોમાં રોષ
છોટાઉદેપુર જિલ્લા તરીકે ઈ.સ ૨૦૧૩ માં અસ્તિત્વમાં આવ્યો હતો.જેમાં નવા તાલુકા તરીકે બોડેલી પણ અસ્તિત્વમાં આવ્યો હતો.છોટાઉદેપુર જિલ્લાને તબક્કાવાર સરકારના અનેક વિભાગો ફાળવી તેની સરકારી ઓફિસો સંચાલન કરવા ફાળવવામાં આવી છે.પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના ગ્રાહક વીજબિલમાં હજુ જૂનો જિલ્લો વડોદરા અને તાલુકો પાવીજેતપુર લખાઈને આવી રહ્યું છે.બોડેલી તાલુકાના ચલામલી,વણઘા,સાલપુરા,નાના અમાદરા,છત્રાલી સહિતના ગામોમાં વીજબિલમા જૂનો તાલુકો પાવીજેતપુર અને જિલ્લો વડોદરા લખાઈને આવતા એમજીવીસીએલના વીજબિલમાં મોટી ત્રુટિ જોવા મળી છે.વીજબિલમાં નવો તાલુકો અને જિલ્લો લખાઈને આવે તેવી ગ્રાહકોની માંગ છે. છોટા ઉદેપુર નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યાના આઠ વર્ષ બાદ પણ એમજીવીસીએલના બિલમાં જૂનો તાલુકો અને જિલ્લાનું નામ યથાવત જોવા મળી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20230412-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *