નસવાડીના કેસરપૂરા ખાતે ભાજપા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં 4 વાર ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા ધીરુભાઈ ભીલએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જેમની સાથે જિલ્લા પંચાયત સદસ્ય,7 તાલુકા પંચાયત સદસ્ય 8 એપીએમસી ડિરેક્ટરો 26 ગ્રામ પંચાયતના સરપંચો સહિત 2 હજાર વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આ સાથે સંખેડા વિધાનસભામાં કોંગ્રેસ નું અસ્તિવ જોખમમાં મુકાયું છે કોંગ્રેસમાંથી સંખેડા વિધાનસભાની ચૂંટણી લડેલા ધીરુભાઈ ભીલ અને ભાજપમાંથી ચૂંટણી લડેલા અભેસિંગ તડવી બંને નેતાઓ એક સાથે સ્ટેજ ઉપર ભેટી પડ્યા હતા વંદે માતરમ્ ના કેસરપૂરા માં ગુંજી ઉઠ્યા હતા સી પાટિલ એ નિવેદનમાં બાબા બાગેશ્વર ઉપર સી.આર.પાટીલની પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ શુ કે છે એનો મારે જવાબ નહીં આપવો જોઈએ અને ધર્મમાં આસ્થા રાખવી એ તો સારી વાત છે કોઈપણ વ્યક્તિ ધર્મમાં આસ્થા રાખે છે એટલે એ નીતિ પર ચાલે છે કોંગ્રેસનો નાશ થયો છે એનું કારણ એ જ છે કે એ ધર્મમાં આસ્થા રાખતી નથી , ફક્ત ઇલેક્શન આવે છે ત્યારે મંદિરોમાં જાય છે
પાટીલે ભાજપ દ્વારા બાબા ના કાર્યક્રમના આયોજનમાં મદદરૂપ થવાની વાતને નકારી હતી એમનુ આયોજન થાય છે , સમર્થન મળે છે તેમને ભાજપે મદદ કરવાની જરૂર જ નથી


