નસવાડી તાલુકો 212 ગામ ધરાવતો તાલુકો છે. એક ગામ થી બીજા ગામ જવા માટે સન 2012 મા નસવાડી એસ ટી બસ સ્ટેશન તે વખત ના વાહન વ્યવહાર મંત્રી વજુભાઈ વાળાના હસ્તે કરાયું હતુ. સુવિધા યુક્ત એસ ટી બસ સ્ટેશન નસવાડીનું મુસાફરો માટે આશીર્વાદ સમાન બન્યું હતુ. પરંતુ હાલ ભર ઉનાળે અંદર લાગેલા પંખા માંથી માંડ એક ચાલુ છે. મુસાફરો ને પાણી ની સુવિધા મા હવાતીયા છે. સીધું બોર નું પાણી પીવું પડે છે. એ પણ આવે ન આવે. એસ ટી બસ સ્ટેશન મા લોકાર્પણ થયું ત્યારે લાઈટો થી જગમગતું હતુ. હાલ મોટા ફલ્ડ લાઈટ બંધ છે. તો ફક્ત બસ સ્ટેન્ડ અંદર એક નાનકડો બલ્બ ચાલુ છે. રાત્રે બસ સ્ટેશન ભૂત બગલાં જેવું લાગે છે. એકબાજુ દેશના પ્રધાનમંત્રી સુવિધા યુક્ત અને વિદેશ જેવા એસ ટી બસ ડેપો બસ સ્ટેશન બિલ્ડીંગ બનાવાની વાતો કરે છે. પરંતુ નસવાડી એસ ટી બસ સ્ટેશન મા સુવિધા ઓ પૂરતી નથી. આદિવાસી મુસાફરો રજુઆત એસ ટી બસ ટ્રાફિક કન્ટ્રોલર ને કરે છે. જે ટ્રાફિક કન્ટ્રોલર તેના વડોદરા, ડભોઈ એસ ટી વિભાગ ને આ બાબતે જાણ કરેલ છે. છતાંય કોઈ ધ્યાન આપતું નથી. છોટાઉદેપુર સાસંદ અને સંખેડા ધારાસભ્ય નસવાડી એસ ટી બસ સ્ટેશન ની એકવાર મુલાકાત કરી મુસાફરો માટે ની સુવિધા સારી કરે તેવી માંગ ઉઠી છે. રાત્રે નાઈટ હોલ્ડ કરતા એસ ટી બસ ડ્રાઈવર, કંડક્ટર, અને મુસાફરો મુશ્કેલી મા મુકાઈ રહ્યા છે. આ બાબતે એસ ટી વિભાગ પણ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
બોક્સ
100 થી વધુ એસ ટી બસો નસવાડી એસ ટી બસ સ્ટેશન પર આવે છતાંય સુવિધાઓનો અભાવ?
વર્ષે લાખ્ખો ની આવક નસવાડી બસ સ્ટેશન માંથી અવર જ્વર કરતા મુસાફરો થકી એસ ટી વિભાગ ને થાય છે. છતાંય ડેપો મેનેજર કે કોઈ નેતાઓ બસ સ્ટેશનમા ડૉકીયું પણ કરતા નથી. 100 થી વધુ બસ અવરજ્વર કરે છતાંય મુસાફરો અને એસ ટી કર્મચારીને સુવિધાઓનો અભાવ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


