Gujarat

નસવાડી તાલુકા માં વર્ષો જુના જંગલ જમીન ના પ્રશ્નો ને લઈ ડુંગર વિસ્તાર માંથી સેવાસદન ખાતે  આવેલ મોટી માત્ર મા ખેડૂતો ને  નસવાડી ખાતે આવેલ રાષ્ટ્ર્રીય જન જાતિ આયોગ ના એસ આઈ એ  આદિવાસી ઓ જંગલ જમીન પ્રશ્ન અને  રજૂઆતો કરી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકા મા મોટે ભાગે જંગલ અને ડુંગર વિસ્તાર આવેલ છે. વર્ષો થી આ વિસ્તાર માં રહેતા આદિવાસી સમાજ ના લોકો જંગલ  જમીન પર તેમનો હક્ક હોવાના  દાવા કરી રહ્યા છે . જેમનો હક્ક છે તેમનું વર્ષો થી નિવારણ આવ્યું નથી જેની લગભગ 10 હજાર  આદિવાસી ખેડૂતો એ અરજી કરી છે . જેનાં નિવારણ માટે કેટલાક ને જમીન આપવા મા આવી છે.તો કેટલાક ને આજ દિન સુધી મળી નથી જેમને જમીન સરકાર તરફથી આપવામાં આવી છે તે પણ પૂરતા પ્રમાણ માં આપવામાં આવી નથી . આ વિસ્તાર મા ખેતી કરતા ખેડૂતો નું કહેવું છે કે જો સરકાર તેમના હકક ની જમીન તેમને આપી દે તો તેમને સરકારી લાભ પણ મળે અને તેઓ સારી રીતે કરી શકે

       રાષ્ટ્રીય જનજાતિ ના અધિકારી ઓ આવવા નો હોઈ મોટી સંખ્યામાં ખેડૂતો સેવાસદન ખાતે આવ્યા હતા અને અધિકારીઓએ તેમની વાત સાંભળી હતી જોકે તેમની વાત સાંભળી તેમને સમસ્યા નું નિવારણ લાવી દેવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી.

       મોટી સંખ્યા માં આવેલ આદિવાસી ખેડૂતોએ મામલતદારને પણ પોતાની વ્યથા રજૂ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
હાલ તો ઉચ્ચ અધિકારીઓ એ આપેલ આશ્વાશન ને લઈ હવે સમસ્યા નું નિવારણ કેવું આવે છે તે હવે જોવું રહ્યું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230213-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *