નાગપુર
નાગપુરમાં ભારતીય મજૂર સંઘ (મ્સ્જી) એ ગુરુવારે હોટેલ તુલી ઇન્ટરનેશનલ ખાતે ય્૨૦ પહેલ હેઠળ લેબર-૨૦ મીટિંગ (ન્-૨૦) નું આયોજન કર્યું હતું. ન્-૨૦ કોન્ફરન્સનું ઉદઘાટન ભારત સરકારના શ્રમ અને રોજગાર સચિવ આરતી આહુજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્ર સરકારના શ્રમ મંત્રી સુરેશ ખાડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં સામાજિક સુરક્ષા માટે ધિરાણ, કામદારોનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, સામાજિક સુરક્ષા ભંડોળની સુગમતા અને ક્ષિતિજાેને વિસ્તૃત કરવા જેવા ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેનો હેતુ તમામ અનિયમિત કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
આ પ્રસંગે એલઆઈસી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને બીએમએસના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી બી. સુરેન્દ્રને કહ્યું કે કોઈ વ્યક્તિ ગમે તેટલી કમાણી કરે, એક હજાર રૂપિયા મહિને કે એક લાખ રૂપિયા, આપણે બધા મજૂરો છીએ અને જાે આપણે જાગૃત ન હોઈએ તો સમાન રીતે ઉત્પીડનનો ભોગ બની શકીએ છીએ. નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો વિના કામના ભવિષ્યની આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ?
લેબર ૨૦ એ ય્-૨૦ માં કામદારોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તે ય્-૨૦ દેશોના ટ્રેડ યુનિયનો અને વૈશ્વિક ફેડરેશનને એક કરે છે. ૧૯ અને ૨૦ માર્ચે અમૃતસરમાં આયોજિત ઇન્સેપ્શન મીટિંગથી શરૂ કરીને દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ, દેશભરમાં લગભગ ૧,૦૦૦ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મ્સ્જીના જનરલ સેક્રેટરી રવીન્દ્ર હિમટે અને લંડનની યુનિવર્સિટી ઓફ બાથના વિઝિટિંગ પ્રોફેસર સંતોષ મેહરોત્રા કોન્ફરન્સ દરમિયાન અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, છૈં્ેંઝ્ર, ઝ્રૈં્ેં, રેલવે, ન્ૈંઝ્ર વગેરે જેવા મુખ્ય ટ્રેડ યુનિયનો સહિત નોકરીદાતાઓ, કર્મચારીઓ અને સરકારી સંસ્થાઓના ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.


