Gujarat

 નાગરિકોને સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરતા કલેક્ટરશ્રી અનિલ રાણાવસીયા

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમને એપ્રિલ માસમાં ૨૦ વર્ષ પૂર્ણ થતા હોય જૂનાગઢ જિલ્લામાં સ્વાગત સપ્તાહ જાગૃતિ કાર્યક્રમ યોજાશે.

સરકારશ્રીના લોકોભીમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે એ  ઉદેશથી તારીખ ૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહ અવેરનેસ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, અને જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તારીખ ૧૧/૪/૨૦૨૩  થી તા. ૧૭/૪/૨૦૨૩17  સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન, તારીખ ૨૪/૪/૨૦૨૩ થી તારીખ ૨૬/૪/૨૦૨૩ તાલુકા સ્વાગતનું આયોજન, અને તારીખ ૨૭/૪/૨૦૨૩ જિલ્લા સ્વાગત નું આયોજન થશે

આ અંગે જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા એ જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષાના વર્ગ ૧ અને ૨ અધિકારીઓને ગુગલ મીટના માધ્યમથી સ્વાગત સપ્તાહની ઉજવણી અંગે અવગત કરાયા હતા તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી એ વધુમાં નાગરિકોને આ ફરિયાદ નિવારણ કાર્યક્રમનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *