સાગર નિર્મળ
ઉના પંથકના નાથળ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પોતાની ફરજમાં બેદરકારી રાખતા હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે તલાટી મંત્રી તરિકે ફરજ બજાવતા સાગરભાઈ ચુડાસમા દ્વારા વાડી વિસ્તારમાં પણ રહેતા જીવાભાઈ ભીખાભાઈ નામની નાથળ ગ્રામ પંચાયત વિસ્તારમાં જ આવેલ એક મિલકત માટે ઘરવેરા સાથે પાણીવેરો પણ રૂપિયા 2000 ની રકમ વસુલી હતી. જો કે જાગૃત નાગરિકને ધ્યાને આવતા તલાટી મંત્રીને જાણ કરતા આ તલાટી મંત્રી લાજવાને બદલે ગાજ્યા હોય અને હાલ આ રકમ પરત કરવામાં આવી હોવાનું અરજદારે જણાવ્યુ છે, ત્યારે અહી સવાલ એ ઉઠે છે કે આ તલાટી મંત્રી ક્યાં રકર્ડને આધારે વસુલાત કરતા હશે ?
સમગ્ર ઘટનાની વિગત જાણવા તલાટી મંત્રીને પત્રકાર દ્વારા પૂછતા ચોંકાવનારી એ વિગત મળી અને તેમને જણાવ્યું હતું કે તેઓ પાસે કોઈ રેકર્ડ છે જ નહિ અને તેઓએ આ રેકર્ડ બનાવવા આપ્યા છે, તેમજ સરપંચ સાથે વાત કરવી છે તેવું જણાવી ફોન કાપી નાખ્યો હતો , ત્યારે સમગ્ર ગ્રામ પંચાયતનો વહીવટ કેવી રીતે ચાલતો હશે તે પણ એક સવાલ છે?
ઉના તાલુકા વિકાસ અધિકારી શ્રી બગથારિય દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું કે વહિવટી તંત્ર દ્વારા આવા કર્મચારીઓને છવારાવામાં આવે છે કે યોગ્ય પાઠ ભણાવશે?
