અમરેલી જિલ્લાના પનોતા પુત્ર પદ્મશ્રી ગફુલભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્ટી તરીકે નિમણૂંક થતા ખૂબ ખૂબ અભિનંદન અશરફમીયા બાપુ દાદા બાપુ દરગાહ પરિવાર દ્વારા પાઠવવા માં આવી રહ્યા છે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં વંડા ગામના વતની પ્રખર ગાંધીવાદી પદ્મશ્રી ગફુલભાઈ ની ટ્રસ્ટી તરીકે નિમણૂક થતા ખૂબ ખૂબ મુબારક વિશેષ આ સંસ્થામાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી તેમજ પદ્મશ્રી ,પદ્મવિભૂષણ શ્રી ,સહિત ખ્યાતનામ ભારતના ચમકતા સિતારાઓની નિમણૂક આ સંસ્થાને નવી ઉર્જા અને શક્તિ પ્રદાન કરશે અને આનો લાભ આવનાર ભવિષ્યમાં સમગ્ર સંસ્થાને મળી ઘડતર ની સાથે ભણતરનો પાયો વધુ મજબૂત થઈ શ્રેષ્ઠ સિદ્ધિઓના શિખરો સર કર વિકાસ કરશે..
આપની ગાંધીવાદી વિચારધારા સામાજિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર સહિતની કામગીરી કાબીલે તારીફ છે આપ કાષ્ટ નહીં રાષ્ટ્ર ભાવના થી દેશ અને દુનિયામાં ઊંચ બુલંદીના મકામ હાસિલ કરી ખૂબ ખૂબ આગળ વધો એવી દાદા બાપુ દરગાહ પરિવાર નાના લીલીયા વતી આદિલ બાપુ એ સૈયદ તેમજ દરગાહ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવા માં આવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


