મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના નિકોલ (આતરસુંબા) ગામે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટી ગણ તથા નિકોલ ગ્રામજનો દ્વારા કપડવંજ કઠલાલ વિધાનસભાના યુવા તથા લોકપ્રિય ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનું સાકરતુલા કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે અમૂલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ નવાગામ, કપડવંજ એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, આતરસુંબા પૂર્વ સરપંચશ્રી રાજેશભાઈ શર્મા, નિકોલ સરપંચ કાળાજી પરમાર, પૂર્વ સરપંચ જયેશભાઈ પરમાર, આશિષભાઈ શાહ, અશોકભાઈ પરીખ (ગાંધીનગર વાળા), કપડવંજ માર્ગ મકાન વિભાગના ઈજનેર કેતનભાઈ પરીખ, રાજુભાઈ શાહ, મયુરભાઈ શાહ, વ્યોમેશભાઈ શાહ, મહોબતસિંહ ઝાલા, બાબુભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, ગંગારામભાઈ ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ નિકોલ મહાકાલેશ્વર મંદિરના સર્વે ટ્રસ્ટીઓ, ગામ આગેવાનો તથા ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કપડવંજ કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ સાકરતુલા તેમજ સ્વાગત સન્માન બદલ નિકોલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી વિધાનસભાના વિસ્તાર ના તમામ ગામોના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મહાકાલેશ્વર મંદિર ખાતે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના આરાધના કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ખેડા જિલ્લા સહકારી સંધના ચેરમેન અને અમૂલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ નવાગામ દ્વારા પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ નિકોલ મહાકાલેશ્વર મંદિર ખાતે ભગવાન ભોલેનાથના આશિર્વાદ સાથે થઈ હોવાના સંસ્મરણો વાગોળી સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નિકોલ મહાકાલેશ્વર મંદિરના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી ધરમની ધજા લહેરાવનાર સ્વ. રિલેશભાઈ શાહને યાદ કરી તેમના ધર્મ પત્નીને સ્મૃતિ ચિન્હ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુમાં આ પ્રસંગે નિકોલ મહાકાલેશ્વર મંદિરના સર્વે ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પણ ભગવાન ભોળાનાથનો ફોટો આપી સર્વેને સાલ ઓઢાળી તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


