Gujarat

નિયામકશ્રી ગ્રાહક બાબતો, ગુજરાત સરકાર પ્રેરિત અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા આયોજિત સાવરકુંડલા શહેરમાં શિવાજી નગર ખાતે આવેલ સનરાઈઝ સ્કૂલમાં વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણી અંતર્ગત ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. 

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
ગતરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ સનરાઈઝ સ્કૂલનાં વિદ્યાર્થીઓને ગ્રાહક જાગૃતિ સંદર્ભે વિશેષ સમજ કેળવાય તે ઉદ્દેશથી  ગ્રાહક સુરક્ષા સાવરકુંડલા અને  તોલમાપ ઈન્સ્પેક્ટર અને તાલુકા ગ્રાહક સુરક્ષા અધિકારી જાલંધરા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણીના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ તથા  તોલમાપ ઈન્સ્પેક્ટર અને તાલુકા ગ્રાહક સુરક્ષા અધિકારી જાલંધરા સાહેબે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંગે અને ગ્રાહક સુરક્ષા કાનૂનની તલસ્પર્શી માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા તથા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંદર્ભે માહિતી આપતા પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ.

IMG-20230318-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *