રાજ્યના ૨૪ આઈ.પી.એસ.અધિકારીઓને હૈદરાબાદ ખાતે ૪૦ દિવસની ટ્રેનિંગ માટે બોટાદ જીલ્લાના પોલીસ વડા કીશોર બળોલીયાનો સમાવેશ કરાયો છે અને કીશોર બળોલીયા ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હોવાથી બોટાદ જીલ્લા પોલીસ વડા તરીકે નો ચાર્જ બાહોશ અને નીડર અધિકારી તરીકેની છાપ ધરાવતા ડી.વાય.એસ.પી એ.એ.સૈયદ ને પોલીસ વડા નો ચાર્જ સોંપવામાં આવ્યો છે.બોટાદ જીલ્લા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળનાર એ.એ.સૈયદ પોતાની ફરજ દરમ્યાન અનેક પ્રસંસનીય કામો કર્યા છે.અનેક ગુનેગારો ને કાયદાના પાઠ ભણાવ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પોતાની ફરજ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.એવા એ.એ.સૈયદ એ બોટાદ જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા ગુનેગારો માં ભય ફેલાયો છે અને ગેરકાયદેસર અને અસાજીક પ્રવૃતિ કરતા તત્વો ભુગર્ભ માં જતા રહ્યા છે….
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


