Gujarat

નેત્રમ સીસીટીવી તથા ઇગુજકોપ/પોકેટ કોપ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચોરીમાં ગયેલ તમામ અસલ મુદામાલ  કિં.રૂા.૬,૬૦,૦૦૦/- ના સોના દરદાગીના તથા બે ઓટો રિક્ષા કિં.રૂા.૧,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ કિં.રૂા.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૭,૭૦,૦૦૦/- ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ગણતરીની કલાકોમાં ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વેરાવળ સીટી પોલીસ 

અહેવાલ  :  સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગુન્હાની વિગત-* વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૩૦૦૮૦/૨૦૨૩ આઇપીસી ક.૩૭૯ મુજબનો ગુનો ગઇ કાલ તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ રજી. થયેલ અને સદરહુ ગુનાના ફરિયાદીશ્રી ગાયત્રીબેન વા/ઓ વિજયભાઇ હસમુખલાલ રાજયગુરૂ રહે.લોઢવા, તા.સુત્રાપાડા વાળાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે, *અજાણ્યા ઓટો રિક્ષાના ડ્રાઇવરે આ કામના ફરિયાદીને રિક્ષામાં ભાડેથી પેસેન્જર તરીકે બેસાડેલ હોય અને ફરિયાદી તથા સાહેદો વેરાવળ સબ સ્ટેશન ખાતે રિક્ષામાંથી ઉતરતી વખતે આરોપી રિક્ષા ચાલકે ફરિયાદી તથા સાહેદોની નજર ચુકવી ફરિયાદી તથા સાહેદોની દાગીનાની થેલી રાખેલ કાળો થેલો જેમાં સોનાના અલગ અલગ દાગીના મળી કુલ ૧૬.૫ (સાડા સોળ) તોલા જેની આશરે કિં.રૂા.૬,૬૦,૦૦૦/- (છ લાખ સાંઇઠ હજાર)ના સોનાના દાગીનાની ચોરી કરી રિક્ષા લઇ નાસી ગયેલ* હોવા અંગેની ફરિયાદ આપતા ઉપરોકત ગુનાના નંબરથી ફરિયાદ રજી. થયેલ જે અન્વયે
    ચોરીના બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ આવા ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા *જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ/ચોરી/લુંટના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને
     વેરાવળ સીટી પો.સ્ટે.ના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ *PSI શ્રી એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ તથા વિપુલસિંહ રામસીંગભાઇ તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ તથા અનિરૂધ્ધસિંહ જશવંતસિંહ તથા વિશાલભાઇ પેથાભાઇ તથા પો. કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ બાંભણીયા તથા જયેશભાઇ બાલુભાઇ તથા પો. કોન્સ. રોહિતભાઇ જગમાલભાઇ* એ રીતેના પો.સ્ટાફની અગલ અલગ ટીમો બનાવી ઉપરોકત ચોરીના મુદામાલ તથા આરોપી બાબતે *નેત્રમ સીસીટીવી ઇણાજ* ખાતેના સીસીટીવી ફુટેજ તપાસતા સદરહુ ગુનામાં ફરિયાદીએ જણાવેલ અજાણી *ઓટો રિક્ષાના રજી.નં. GJ-01-DV-2512* ના જણાયેલ જેથી સદરહુ *રજી.નં. GJ-01-DV-2512 ઇગુજકોપ તથા પોકેટકોપ મારફતે ચેક કરાવતા જેન્તીભાઇ રાજાભાઇ મેવાડા રહે.-વાવડી તા.વેરાવળ* વાળાના નામે રજી. થયેલાનું જણાયેલ જેથી સદરહુ જેન્તીભાઇ રાજાભાઇ મેવાડા રહે.મુળ-વાવડી તા.વેરાવળ હાલ રહે.વેરાવળ, વિઠ્ઠલવાડી, ડાભોરરોડ, ખોડીયાર મંદિરની પાસે નાઓને બોલાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર આરોપીએ જણાવેલ કે આ કામે પોતાની રિક્ષામાં બેસેલ મહીલા પેસેન્જરનો થેલો પોતાએ તેમની નજર ચુકવી ચોરી કરી લઇ ઘરે જઇ સોનાના દરદાગીના ચેક કરી સદરહુ થેલો પોતાના દિકરા *મયુરભાઇ જેન્તીભાઇ મેવાડાને* સંતાડી દેવા જણાવતા પોતાના દિકરાએ ફરિયાદમાં જણાવેલ *સોનાના દરદાગીના વાળો થેલો વેરાવળ ડાભોર ગ્રાઉન્ડ, રેલ્વે ટ્રેક નીચે આવેલ ગરનાળાની પાસે સંતાડી દીધેલ હોવાની* હકીકત જણાતા સદરહુ જગ્યાએ મજકુર આરોપીઓને સાથે રાખી તપાસ કરતા ઉપરોકત *ગુનામાં ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સોનાના તમામ દરદાગીના સાથે તથા ગુનામાં ઉપયોગ કરેલ (૨) બે ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.*
💫 *પકડાયેલ આરોપીઓ-*
(૧) જેન્તીભાઇ રાજાભાઇ મેવાડા કોળી, ઉ.વ.૪૩, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.મુળ-વાવડી તા.વેરાવળ હાલ રહે.વેરાવળ, વિઠ્ઠલવાડી, ડાભોરરોડ, ખોડીયાર મંદિરની પાસે
(૨) મયુરભાઇ જેન્તીભાઇ મેવાડા કોળી, ઉ.વ.૨૪, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.વેરાવળ, વિઠ્ઠલવાડી, ડાભોરરોડ, ખોડીયાર મંદિરની પાસે
કબ્જે કરેલ મુદામાલ-*
(૧)સોનાની હાસંડી સેટ-૧ વજન આશરે (૨)બે તોલા કિં.રૂા.૮૦,૦૦૦/-
(૨)સોનાનો ચેઇન -૧ વજન આશરે (૩)ત્રણ તોલા કિં.રૂા.૧,૨૦,૦૦૦/-
(૩)સોનાનો ચેઇન-૧ પેન્ડલ તથા ૨ બુટી સાથે વજન આશરે (૨)બે તોલા કિં.રૂા.૮૦,૦૦૦/-
(૪)સોનાનું મંગળ સુત્ર-૧ બે બુટી સાથે વજન આશરે (૧)એક તોલા કિં.રૂા.૪૦,૦૦૦/-
(૫)સોનાની બંગડી નંગ-૨ વજન આશરે (૩)ત્રણ તોલા કિં.રૂા.૧,૨૦,૦૦૦/-
(૬)સોનાનો બ્રેસલેટ-૧ વજન આશરે (૧)એક તોલો કિં.રૂા.૪૦,૦૦૦/-
(૭)સોનાનું જીણુ બ્રેસલેટ નંગ-૧ વજન આશરે (૦.૫) અડધો તોલુ કિં.રૂા.૨૦,૦૦૦/-
(૮)સોનાનો સાંકળ ડિઝાઇનનો ચેઇન -૧ વજન આશરે (૧) એક તોલુ કિં.રૂા.૪૦,૦૦૦/-
(૯)સોનાનો જીણી ડિજાઈનનો લેડીઝ ચેઇન-૧ વજન આશરે (૦.૫) અડધો તોલુ કિં.રૂા.૨૦,૦૦૦/-
(૧૦)સોનાની લેડીઝ વિંટી નંગ-૩ વજન આશરે (૧)એક તોલુ કિં.રૂા.૪૦,૦૦૦/-
(૧૧)સોનાનો પેન્ડલ સેટ-૧ બે બુટી સાથે વજન આશરે (૦.૫) અડધો તોલુ કિં.રૂા.૨૦,૦૦૦/-
(૧૨)સોનાની બાલી નંગ-૬ તથા દાણો નંગ-૧ તથા માતાજીનો ચાંદલો એક તથા પેચ-૨ મળી વજન આશરે (૧)એક તોલુ કિં.રૂા.૪૦,૦૦૦/- મળી કુલ વજન આશરે (૧૬.૫)સાડા સોળ તોલા કિં.રૂા.૬,૬૦,૦૦૦/- (છ લાખ સાંઇઠ હજાર)
(૧૩) બજાજ કંપનીની RE મોડેલ ની ઓટો રિક્ષા નંગ-૨ કિં.રૂા.૧,૦૦,૦૦૦/-
(૧૪)મોબાઇલ ફોન નંગ-૨ કિં.રૂા.૧૦,૦૦૦/-
મળી કુલ કિં.રૂા.૭,૭૦,૦૦૦/- (સાત લાખ સિત્તેર હજાર)
કામગીરી કરનાર ટીમ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ તથા વિપુલસિંહ રામસીંગભાઇ તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ તથા અનિરૂધ્ધસિંહ જશવંતસિંહ તથા વિશાલભાઇ પેથાભાઇ તથા પો. કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ બાંભણીયા તથા જયેશભાઇ બાલુભાઇ તથા રોહિતભાઇ જગમાલભાઇ તથા નેત્રમ એ.એસ.આઇ મનિષાબેન ઝાલા નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.હોવાની વિગતો પત્રકાર સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20230205-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *