Gujarat

નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ તથા ઉદ્યોગ મંત્રીશ્રીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને વાસ્તવિક રૂપ આપવા માટે ધોલેરા જીૈંઇને કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ધોલેરા જીૈંઇના અક્ટિવેશન એરિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની જીઁફ રચવામાં આવેલી છે તેની ભૂમિકા આ બેઠકમાં આપી હતી. તેમણે ધોલેરા જીૈંઇની ગતિવિધિઓની પ્રગતિ અંગેની વિગતો આ બેઠકમાં આપતા જણાવ્યું કે, આ એક્ટિવેશન એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટિઝ નિર્માણ પૂર્ણાતાને આરે છે અને જીઁફ દ્વારા ઉદ્યોગ સાહસિકોને જમીન ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ધોલેરા જીૈંઇમાં સ્કૂલ, હોસ્પિટલ, હોટલ અને રેસિડેન્શિયલ ટાઉનશીપ વગેરે વિકસાવવા માટે વિવિધ પ્રપોઝલ મળી છે, તેની છણાવટ કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક્ટિવેશન એરિયામાં ઁસ્છરૂની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડેલ પર ૬૦૦ યુનિટ બાંધવામાં આવશે. તેમણે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ દ્ગૐછૈં દ્વારા નિર્માણાધીન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેમાં ૩૮ ટકાથી વધુની પ્રગતિ થઈ હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા ગુજરાત સરકાર દ્ગૐછૈંને જરૂરી બધી જ મદદ પૂરી પાડશે. આ ઉપરાંત ધોલેરા જીૈંઇના સર્વાંગી વિકાસ માટે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડી.એફ.સી. સાથે તેને જાેડવા માટે ભીમનાથ-ધોલેરા રેલવેલાઈન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ અન્વયે અમદાવાદ-બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનને ભીમનાથ સ્ટેશનથી ઘોલેરા જીૈંઇ સુધીના કામોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી મળેલી છે. આ હેતુસર ભીમનાથ-ધોલેરા રેલવેલાઈન માટે જરૂરી કુલ જમીન સંપાદનની કામગીરી અંતિમ તબક્કામાં છે અને વહેલી તકે પૂર્ણ કરાશે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા સરના વિકાસ માટે પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની ઉપયોગીતા સંદર્ભે જણાવ્યું કે, ધોલેરાનો ડેવલપમેન્ટ પ્લાન, લેન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિગતોને જીઓ રેફરન્સ્ડ કરીને પી.એમ. ગતિશક્તિ ગુજરાત પોર્ટલ ઉપર મેપ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ધોલેરા એરપોર્ટ તેમજ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને સમય મર્યાદામાં પુરા કરવા એપેક્ષ ઓથોરિટી દ્વારા સમયાંતરે માર્ગદર્શન મળે તે માટે કેન્દ્રીય નાણામંત્રીને અનુરોધ કર્યો હતો. ઉપરાંત અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની આવશ્યક મંજુરી આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટમાં સામેલ કરવા હેતુ જરૂરી કાર્યવાહી કરવા માટેનો અનુરોધ પણ અપેક્ષ ઓથોરિટીને કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહકારથી જ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અને તે અંતર્ગત ધોલેરા જીૈંઇનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ શક્યું છે.આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર, ધોલેરા જીૈંઇના સી.ઈ.ઓ. અને પ્રવાસન સચિવ હારિત શુક્લા અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

File-01-Page-26-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *