આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા દિલીપ તેનસીંગભાઇ ચૌહાણ નામનો ૨૦ વર્ષનો યુવાન રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ કૌટુંબિક ભાઈને પાછળ બેસાડી ગામમાંથી કરિયાણુ લઈ વાડીએ જઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દિલીપ ચૌહાણને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે
આ ઘટના અંગે પડધરી પોલીસને જાણ થતાં પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિલીપ ચૌહાણ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. છેલ્લા લાંબા સમયથી સરપદડ ગામે પરિવાર સાથે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે કૌટુંબિક ભાઈને બાઈકમાં બેસાડી ગામમાં કરિયાણું લેવા ગયો હતો અને જ્યાંથી કરિયાણું લઈ પરત પરથી ફરતી વખતે અંધારામાં બાઈક રીક્ષા સાથે અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર – નિખીલ ભોજાણી
