અમરેલીના સેન્ટર પોઈન્ટ પાસે આવેલી શ્રી નવીનચંદ્ર રતનશીભાઈ રાજા સ્કુલ ખાતે પતંજલિ વિશ્વવિધાયલય હરિદ્વારના માર્ગદર્શન મુજબ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી…
ત્યારે પતંજલિ મહિલા યોગ સમિતી અમરેલી દ્વારા આયોજિત મહિલાઓનુ સન્માન સત્કાર પ્રતિભાને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય હેતુ થી કાર્યક્રમનુ આયોજન કરેલ હતું…
ત્યારે આ કાર્યક્રમ માં ખાસ મુખ્ય મહેમાનો ની ખાસ ઉપસ્થિતમાં કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અમરેલી નગરપાલિકા ના પ્રમુખ મનીષાબેન રામાણી, રેખાબેન માવડીયા, કાશ્મીરાબેન વ્યાસ, અરૂણાબેન માલાણી, ડો.ધારાબેન જોષી, મોનાબેન પરીખ, પુનીતાબેન,નીલાબેન બુટાણી,નિકેતા પંડ્યા વગેરે હાજર રહ્યા હતા…
ત્યારે આ કાર્યક્રમમાં યોગ સાથી જાગૃતિ લાવવો, મહિલા શક્તિકરણ, શ્રી નરેન્દ્ર મોદીએ ચાલુ કરેલ સ્ત્રી સાથ ની યોજના,સ્ત્રી ના અધિકાર સાથ ની મહિતી,સ્ત્રી ભ્રુણ હત્યા વિષે,સૂર્ય નમસ્કાર અને વિવિધ આસનો,યોગ શિક્ષક તેમજ સિલ્ડ અને પ્રમાણપત્ર આપીને મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા…
આ કાર્યક્રમ નું આયોજનમાં સંગઠન મંત્રી સ્વેતાબેન વિઠ્ઠલાણી,જિલ્લાના પ્રભારી ઈલાબેન જોબનપુત્રા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું…
વગેરે આમંત્રિત મહેમાનો રીટાબેન,નિરાલી નાગ્રેચા, અને ક્ષમા ખાકર જેમાં બહોળી સઁખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા…
અને આ કાર્યક્રમમાં નીતાબેન સોની અને સંગીતાબેન જીવાણી એ મદદ કરી હતી…
અને આ કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી…
રિપોર્ટર : ભાવેશ વાઘેલા અમરેલી


