Gujarat

પથાવત ખાતે શ્રી ઉમા કુલેશ્વરી માતાજીનો ૭૭ માં પાટોત્સવની ઉજવણી.

મકસુદ કારીગર,કઠલાલ
ઔદિચ્ય ટોળક કશ્યપ ગોત્રી બામરોલા પંડ્યા પરિવારના કુળદેવી શ્રી ઉમા કુલેશ્વરી માતાજીનો ૭૭ મો પાટોત્સવ વૈશાખ વદ ત્રીજ ૮-૫-૨૩ ને સોમવાર ના રોજ ધામધૂમથી ઉજવાયો.
મહેમદાવાદ તાલુકાના પથાવત ગામે આવેલ ઔદિચ્ય ટોળક કશ્યપ ગોત્રી પરિવારના કુળદેવી શ્રી ઉમા કુળેશ્વરી માતાજીનો આજરોજ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવવામાં આવ્યો. ૭૭માં પાટોત્સવના યજમાન  યોગેશભાઈ શશીકાંતભાઈ જોશી તરફથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે વડોદરા અમદાવાદ સુરત તેમજ અનેક શહેરો મા વસતા સમાજના સૌ ભૂદેવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બરોડા એમઆરએફ કંપનીના પ્રદીપભાઈ પંડ્યા તેમજ દિલીપભાઈ પંડ્યા પ્રશાંતભાઈ પંડ્યા તેમજ કમળા પંડ્યા પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહી સમાજના દરેક વ્યક્તિઓને સંસ્થા દરે ચોપડા મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી વિતરણ કર્યું હતું. દૂર દૂરથી પધારેલા સૌ કોઈ ભૂદેવો માટે યોગ્ય રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી અંતરિયાળ વિસ્તારમાં આવેલ માં કુલેશ્વરીના જીર્ણોદ્ધાર માટે આપેલ દાન માટે પ્રમુખશ્રી દિલીપભાઈ પંડ્યા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ ભવિષ્યમાં વધુ સગવડો ઉપલબ્ધ કરવા માટે દરેક ભૂદેવ મિત્રો તેમજ પરિવારજનોને આર્થિક મદદ માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે માજીના દ્વારે અન્ય સમાજના મિત્રો દ્વારા ખૂબ જ સુંદર સાથ અને સહકાર આપવામાં આવ્યો તે બદલ સમાજ વતી તેઓનો આભાર માનવામાં આવ્યો હતો આમ આખા દિવસ દરમિયાન માતાજીની સોળસોપચાર વિધિ દ્વારા સુંદર પૂજન કરી સૌએ સાથે ભોજન લીધું હતું આમ પાટોત્સવનો દિવસ ખૂબ જ ધામ દુઃખ થયું ઉજવવામાં આવ્યો હતો

IMG-20230508-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *