સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સુપ્રસિધ્ધ ભજનિક, લોક ગાયક તથા સમગ્ર ગુજરાતનું નામ રોશન કરનાર શ્રી હેમંતભાઈ ચૌહાણને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. પદ્મશ્રી મળ્યા બાદ પ્રથમ વખત સાવરકુંડલા ખાતે પધારનાર હેમંત ચૌહાણનું સાવરકુંડલા મહિલા હોંમગાર્ડ સભ્ય દક્ષાબેન ચોટલીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું..
