Gujarat

પરબધામ ખાતે યોજાનાર દિવ્ય ચેતના મહોત્સવ અંર્તગત  સેવાદાસબાપુ ૪૦ મી પુણ્યતિથી ભવ્ય ઉજવણીની તડામાર તૈયારી 

પેટા
૧૪૦મુર્તિની રથયાત્રાનો જેતપુરથી પ્રારંભ થશે : આ રથયાત્રા ઉપર પ.પૂ. કરશનદાસબાપુ હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરશે : પૂ. સેવાદાસબાપુ ૪૦ મી પુણ્યતિથી નિમિત્તે લોક ડાયરો, ૧૦૦ ટ્રેકટર, રથ, બગીની શોભાયાત્રા ઉપર હેલીકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા થશે. ૧૦૦ વીઘા જગ્યામાં યોજાનાર મહોત્સવમાં ૨૦૦૦ સ્વયંસેવકો સેવા બજાવશે.
+ હરેશ ભાલિયા દ્વારા – જેતપુર, તા. 2
ભારત ભરમાં ખ્યાતી પામેલ ૩૫૦ વર્ષ પુરાણી જગ્યા પરબધામ કે જયાં અઢારે વરણ એક પંગતે બેસી પ્રસાદ લ્યે છે. આ જગ્યાનું અનેરૂ ધાર્મિક મહત્ત્વ લોકોમાં છે. મુખ્ય મંદિરને ફરતે મુર્તીઓની પ્રતિષ્ઠા કરવાનો કાર્યક્રમ યોજાનાર હોય જે અંર્તગત રાજસ્થાનમાં બનેલ ૬૪ ભૈરવજી, ૬૪ યોગીનીજી, સત સરભંગ રૂપી, સપ્ત રૂષી, દિગપાલજી મળી કુલ ૧૪૦ મુર્તિઓ આગામી તા. ૬/૪/૨૦૨૩ ગુરૂવાર ના રોજ હનુમાન જયંતિના દિવસે આવનાર હોય. આ પ્રસંગે પરબધામ ખાતે બે દિવસનો તા.૬/૪/૨૦૨૩ અને તા. ૭/૪/૨૦૨૩ ના રોજ દિવ્ય ચેતના મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહોત્સવ  અંર્તગત ઐતિહાસીક રથયાત્રા, જેતપુર ખાતેથી નીકળી પરબધામ પહોંચશે.
જેતપુર-નવાગઢ, નવાગઢ ખાતે આવેલ પાદરીયાવાડી થી તા. ૬/૪/૨૦૨૩ ના રોજ સવારે ૭-૦૦ કલાકે રથયાત્રા પ્રારંભ થશે. આ પ્રસંગે પરમ પુજય કરશનદાસબાપુ (પરબધામ) શ્રી રાજેન્દ્રદાસબાપુ (તાૉરણીયા) ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી, આર્શીવચન પાઠવી રથયાત્રાનો પ્રારંભ કરાવશે. સંતો, મહંતો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રથયાત્રામાં જોડાશે. રથયાત્રામાં ૧૦૦ કેપ્ટન ટ્રેક્ટર, રથ, બગી, બળદગાડા, ડી.જે. સહીત એક કિલો મીટરથી પણ લાંબી રથયાત્રા શહેરના મુખ્ય તીનબતી ચોક, સરદાર ચોક, અમરનગર રોડ, ચાંપરાજપુર, બોરડી સમઢીયાળા, રણુજા (ગોલીડા) ખાતે બપોરે પ્રસાદ લેશે. આ રથયાત્રા ઉપર પ.પૂ. કરશનદાસબાપુ હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરશે.
રથયાત્રાનું શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધાર્મિક સામાજીક સંસ્થાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાગત કરાશે. બપોર બાદ શોભાયાત્રા ખારચીયા, ભેડા પીપળીયા, દેવકીગાલોલ, પરબવાવડી થઈ સાંજે પરબધામ ખાતે પહોંચશે. જ્યાં ૫૧ કળશધારી બાળાઓ રથયાત્રાનું સ્વાગત કરશે. આ મહોત્સવમાં લાભ લેવા જેતપુર, રાજકોટ, સુરત, અમદાવાદ, જુનાગઢ સહીત સૌરાષ્ટ્ર ભરમાંથી સેવકો ઉમટી પડશે.

IMG_20230402_173608.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *