મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ખાતે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટના છ વર્ષ પૂર્ણ થતા સાતમાં વર્ષ ના પ્રસંગ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્નેહ-મિલન અને ધારાસભ્યનો સન્માન સમારોહમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ,મહૂધાના ધારાસભ્ય સંજયસિહ મહિડા, કઠલાલના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


