Gujarat

પર્યાવરણનું જતન કરીશું તો કુદરતી આફતો સામે વધુ સુરક્ષિત રહી શકીશું.  વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાનો સંદેશ.. હવે સમય આવી ગયો છે પર્યાવરણનું જતન જીવની જેમ કરવાનો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ જૂનાગઢ અને શહેરની કોટને અને કાંગરાનો વિસ્તાર એટલે કે જૂનું જૂનાગઢ. ભૂકંપનો સામનો કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે કારણ કે તેનાં પેટાળમાં ખૂબ મજબૂત પથ્થરો રહેલા છે. આમ છતાં ગિરનાર પર્વતની ભૂકંપની સંભવિતતા એટલા માટે દર્શાવાય છે કે ગિરનાર અગ્નિકૃત ખડક છે. નવાબી કાળમાં “જે. ડબલ્યુ. ઈવાન્સ નામના ભૂસ્તરશાસ્ત્રીએ અંગ્રેજ સરકારને ગિરનારનાં ભૂપૃષ્ઠનો અભ્યાસ કરી એવો રિપોર્ટ આપેલો કે આ વિસ્તારનું પર્યાવરણ અને જંગલ તેમજ વૃક્ષો જળવાય રહે તે જરૂરી છે નહીંતર ભૂકંપની સંભાવનાઓ રહેલી છે. આ ઉપરાંત જૂનાગઢથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલા એશિયાઈ સિંહોનું વતન ગિરનારને જંગલ અને તાલાલા તાલુકાનાં કેટલાક ગામોમાં ઈ. સ. ૨૦૦૧થી સામાન્ય રીતે દર વર્ષે ભૂકંપનાં હળવાથી ભારે આંચકાઓ આવતા રહે છે. સામાન્ય રીતે ચોમાસાનાં દિવસોમાં આવા આંચકાઓ આવેલા છે. અને ગિરનો વિસ્તાર ભૂકંપનો એ.પી. સેન્ટર
તરીકે નોંધાયેલો છે, ત્યારે તજજ્ઞો આ વિસ્તારમાં ભૂકંપની સંભવિતતાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે.
જો કે બીજો એક મત આ પ્રમાણે પ્રવર્તે છે. ગિરનારથી માંડીને પાલિતાણા શત્રુંજય પર્વત સુધી ફોલ્ટલાઈન આવેલી છે સંશોધકોના મતે આ પર્વતો અગ્નિકૃત ખડકોના બનેલા હોવાથી એના પેટાળમાં સમયાંતરે ભૂસ્તરીય હલનચલન થતી હોય છે (અમુક વર્ષે ફોલ્ટલાઈન સક્રીય થતી હોય છે) જેના હિસાબે ભૂકંપના આંચકા આવે છે. થોડા વર્ષો પહેલાં જેમ તાલાલા ગીરમાં આંચકા આવતા એમ હવે મિતિયાળામાં આવે છે. આ માટે પર્યાવરણ, વૃક્ષો કે અન્ય કોઈ પરિબળ જવાબદાર નથી. આંચકા આવવા એ કુદરતી પરિબળ છે. પરંતુ પર્યાવરણનું જતન કરવાથી ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ઘટી શકે છે અને પરિણામે ધરતી પર ગરમીનું પ્રમાણ ઘટતાં ભૂતળમાં રહેલ લાવાને પણ પૃથ્વીની જમીનની ઉપલા પડને થોડી શાંતિ મળે છે. એટલે એ વાત પણ નિર્વિવાદ છે કે પર્યાવરણનું જતન કરીશું તો ઘણા અંશે કુદરતી આફતો સામે  વધુ સુરક્ષિત રહેશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *