પાટણ
પાટણમાં મોડીરાત્રે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. પાટણ હાઇવે વિસ્તાર પર આવેલા લીલીવાડી વિસ્તારમાં મોડીરાત્રે અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવેલી બેકાબુ કારે ગોગા મહારાજના મંદિર પાસે બાકડા પર બેઠેલા વૃદ્ધોને કચડ્યા હતા. બાકડા પર બેઠેલા ૫ જેટલા વૃદ્ધોને ટક્કર મારી હતી. બેકાબુ કારની ટકકરે એકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ચારને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટના બાદ બેકાબુ કારચાલક ફરાર થઇ ગયો છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.