Gujarat

પાટણમાં ૧૪મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, આશરે ૧૨ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પાટણ
રાજયમાં ૧૪ માર્ચથી બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે અને હવે જયારે કાઉન્ટ ડાઉન શરૂ થયું છે સાથે સાથે બોર્ડ તેમજ જિલ્લા કક્ષાએ શિક્ષણ કચેરીમાં પણ પરીક્ષાને લગતી કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે અને તંત્ર કામે લાગ્યું છે. પાટણ જિલ્લામાં ધોરણ ૧૦માં ૨૦૫૫૫, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૧૧૧, તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં આશરે ૧૨૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ, પાટણ જિલ્લામાં કુલ ૩૪૬૬૬વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પાટણ જિલ્લા શિક્ષણ કચેરી તરફથી મળેલ વિગતો અનુસાર ધોરણ ૧૦ ના ૨૦૫૫૫, વિદ્યાર્થીઓ માટે જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ૬૫ બિલ્ડિંગ નક્કી કરાયા છે અને ૬૯૮ બ્લોકમાં સીસી કેમેરા થી સજજ, કરવામાં આવ્યા છે ધોરણ ૧૦ માં બે ઝોન પાડવામાં આવ્યા છે. જેમાં હારીજ ઝોન બી માં હારીજ સમી શંખેશ્વર રાધનપુર સાંતલપુર ના પરીક્ષા કેન્દ્રનો સમાવેશ થાય છે જ્યારે ઝોન એક માં પાટણ પાટણ શહેર તાલુકો સિદ્ધપુર સિદ્ધપુર શહેર તાલુકો સરસ્વતી તાલુકો ચાણસ્મા શહેર અને ચાણસ્મા તાલુકામાં આવતા પરીક્ષા કેન્દ્રનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *