પાણીના ટીપે ટીપાથી બને છે મહાસાગર, પાણીથી જ જીવન થાય છે ઉજાગર’
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો અમરેલીના નાની કુંકાવાવ ખાતેથી તા.૧૭થી શુભારંભ
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી કુંકાવાવ વડીયા ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે
—
અમરેલી તા.૧૬ ફેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ શરુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં પાણીની ઘટ કે અછત ન સર્જાય તે માટે આગોતરાં આયોજન સાથે જળ સંગ્રહને લઈ રાજ્ય સરકાર કાર્યરત છે. આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય તેજ ગતિથી આગળ વધશે. તા.૧૭ ફેબ્રુઆરી, ૨૩ ને શુક્રવારના સવારે ૯.૩૦ વાગ્યે અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો શુભારંભ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં યોજાશે. જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા,
સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા , રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી
લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા સહિતના પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
