પાદરા
પાદરાના મહુવડ ચોકડી નજીકથી ચાઈનીઝ દોરી ભરેલ આઇસર ટેમ્પો જેમાં રીલ નંગ ૩૦૭૨ કિં. રૂા. ૯,૨૧,૬૦૦, આઈસર ગાડી – ૫ લાખ, મોબાઈલ કિંમત રૂા. ૩૦૦૦ મળી કુલ ૧૪,૨૪,૬૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાદરાના વડુંડુ પોલીસ સ્ટેશન મથકના પીઆઈ વી. એમ. ટાંક તથા સ્ટાફ વડુ પોલીસ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરવા તેમજ ચાઈનીઝ દોરીની પ્રવૃત્તિ કરતા માણસો ઉપર વોચ રાખી રહ્યા હતા. દરમિયાન મહુવડ ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં લઇ જવાતી ચાઇનીઝ દોરીની રીલ નંગ ૩૦૭૨ એક રીલના ૩૦૦ લેખે કુલ ૯,૨૧,૬૦૦ મળી આવી હતી. પોલીસે રીલ તથા આઈસર ટેમ્પો રૂા. ૫ લાખ, મોબાઈલ નંગ – ૧ કિંમત રૂ. ૩૦૦૦ મળી કુલ ૧૪,૨૪,૬૦૦ના મુદ્દામાલ સાથે ૨ ઈસમો ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા ઇસમોમાં સદામ ઇસુલશા દિવાન અને ઇમરાન હેદરશા દિવાન બંને રહે. કચેરી દરવાજા બહાર, દાઉદપુરા, મહેમદાવાદ જિ. ખેડાનો સમાવેશ થાય છે.
