*૧૧૫ આંગણવાડી કેન્દ્રો દ્વારા ભાગ લેવામાં આવ્યો*
પાલનપુર તાલુકાના સુંઢા ગામે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સુંઢા પ્રાથમિક શાળાની અંદર દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકા ઘટક ૪ ની કુલ ૧૧૫ આંગણવાડી કેન્દ્ર દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં નાના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી આમ તો આ કાર્યક્રમનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ઉત્સાહી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નનિલ ખરેના માર્ગદર્શન હેઠળ ઘટક વાઈઝ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાલનપુર તાલુકાના સુંઢા ગામે પાલનપુર ઘટક ૪ ની આંગણવાડી કેન્દ્રો દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા તો બીજી તરફ નાના ભૂલકાઓને દાતાઓ દ્વારા સ્કુલ બેગ, શિક્ષણ કીટ, તેમજ નાસ્તો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન પાલનપુર આઈસીડીએસના સીડીપીઓ જીજ્ઞાબેનની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ટેડાગરો નાના ભૂલકાઓ અને ભૂલકાઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય સેવિકાઓ સરોજબેન, રેખાબેન,ભાવનાબેન, ભારતીબેન, પી.એસ.ઈ રંજનબેન તેમજ સુંઢા ગ્રામ પંચાયતના સરપંચ મનોજકુમાર આંટીયા અને સુંઢા તલાટી કમ મંત્રી નિશાબેન હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

