Gujarat

પાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે પ્રધાનમંત્રી ના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડ નિહાળ્યો…

૧૦૦૮ મહામંડલેશ્વર મહંત નિર્મળાબા,પાળીયાદ જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂજ્ય ભયલુબાપુ હાજર રહ્યા….
પ્રધાનમંત્રી ના મન કી બાતના 100માં કાર્યક્રમને યાદગાર બનાવવા સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે આવેલા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ખાતે સવિશેષ આયોજન કરાયું હતું જેમાં પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત નિર્મળાબા, પાળીયાદ જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂજ્ય શ્રી ભયલુબાપુ, બોટાદ જિલ્લા પ્રભારી મંજુલાબેન દેત્રોજા,  બોટાદ જિલ્લા ઉપપ્રમુખ પ્રદિપભાઈ ગોવાળિયા, ભુપતભાઈ ધાધલ સહકાર ભારતી જિલ્લા પ્રમુખ બોટાદ, અલ્પાબા ચુડાસમા ઉપપ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ, શારદાબેન બારૈયા મંત્રી બોટાદ જિલ્લા ભાજપ અને નયનાબેન સરવૈયા પૂર્વ મંત્રી બોટાદ જિલ્લા ભાજપ , નજમાબેન રાઠોડ, નીપાબેન મહેતા, ગીતાબેન મકવાણા સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા, વિશિષ્ટ કાર્યક્રમ તરીકે પૂજ્ય નિર્મળાબા ના સાનિધ્યમા યોજાયેલ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ૧૦૦ મી મન કી બાત કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230430-WA0191.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *