જેતપુર પાવી તાલુકા ના બાર ગામ ખાતે આવેલ આદિવાસી આશ્રમ શાળા ખાતે વર્લ્ડ ટીબી ડે પ્રોગ્રામ રાખેલ હતો જેમાં ટીબી અને રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય માજીધારાસભ્ય મોહનસિંહ રાઠવા જિલ્લા ક્ષય અધિકારી સાહેબ ડો. ભરતસિંહ ચૌહાણ બાર જિલ્લાના એમોડીટીસી ડોક્ટર કુલદીપ શર્મા જિલ્લાના ડીપીએસ ડીપીસી અને PHC- ના મેડિકલ ઓફિસર સાહેબ શ્રીઓ અને બાર પીએસસી ના આરોગ્ય સ્ટાફ ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર નેહલભાઈ દલાલ અને શાળાના પ્રિન્સિપાલ એમસી કોલેજના ક્લાર્ક અરવિંદભાઈ રાઠવા ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે આયોજન કરેલ હતું ઉપસ્થિત રહેલા ડુંગરવાટ બાર ખટાશ કદવાલ અને મુવાડા Phc ના સારવાર પર ચાલતા ટીબી ના દર્દીઓ ને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટીબીના દર્દીને પ્રોટીન યુક્ત આહાર ન્યુટ્રેશન કીટ આપવામાં આવેલ હતું ઉત્સાહિત રીતે આ પ્રોગ્રામ જોઈ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


