જેતપુર પાવી તાલુકા ના બાર ગામ ખાતે આવેલ આદિવાસી આશ્રમ શાળા ખાતે કીટ વિતરણ પ્રોગ્રામ રાખેલ હતો જેમાં ટીબી અને રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી જિલ્લા પ્રમુખ રણજીતસિંહ રાઠવા જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ બાર PHC- ના મેડિકલ ઓફિસરો અને બાર પીએસસી ના આરોગ્ય સ્ટાફ ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર નેહલભાઈ દલાલ અને શાળાના પ્રિન્સિપાલ એમસી કોલેજના ક્લાર્ક અરવિંદભાઈ રાઠવા ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે આયોજન કરેલ હતું ઉપસ્થિત રહેલા ડુંગરવાટ બાર ખટાશ કદવાલ અને મુવાડા Phc ના સારવાર પર ચાલતા ટીબી ના દર્દીઓ ને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટીબીના દર્દીને પ્રોટીન યુક્ત આહાર ન્યુટ્રેશન કીટ આપવામાં આવેલ હતું ઉત્સાહિત રીતે આ પ્રોગ્રામ જોઈ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


