ગુન્હાની વિગતઃ-
ગઇ તા-૨૭/૦૧/૨૦૨૩ ના કલાક.૧૭/૩૦ વાગ્યા થી તા.૩૦/૦૧/૨૦૨૩ ના કલાક-૦૯/૩૦ વાગ્યા દરમ્યાન રીલાયન્સ નેવલ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની ખુલ્લી જગ્યામાં પડેલ રીંગમાંથી કેબલ ૨૪૦ એમ એમ સ્કવેરનો આશરે ૨૫ મીટરની કિરૂ.૫૦,૦૦૦/- તથા ૯૫ એમ.એમ.વેરનો કેબલ આશરે ૨૪ મીટરની કિ.રૂ.૧૮,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬૮,૦૦૦/- ના કેબલ વાયરની કોઇ અજાણ્યા ચોર ઇસમએ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય, જે અંગે મીલનકુમાર ધીરજલાલ ત્રીવેદી ઉ.વ.૩૫ ધંધો નોકરી રહે મહુવા ૬૧ બી શ્રી શ્યામ સોસાયટી મહુવા તા.મહુવા જી અમરેલી વાળાએ ફરિયાદ આપતા, પીપાવાવ મરીન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૪૫૨૩૦૦૨૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ – ૩૭૯,૪૪૭ મુજબનો ગુન્હો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ
ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર સાહેબ, નાઓએ સમગ્ર ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબ નાઓએ પો.સ્ટે વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ રાખી વિસ્તારમાં બનવા પામેલ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી તથા વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મુળ માલીકને પરત મળી રહે તે માટે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી. વોરા સા.એ આપેલ જરૂરી માર્ગદર્શન આધારે પીપાવાવ મરીન પો સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી ડી.બી મજીઠીયા તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે પીપાવાવ ફોર-વે ચોકડી પાસેથી એક શંકાસ્પદ ફોરવ્હીલ કારમાં ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે,
પકડાયેલ આરોપીઓ –
(૧) સંકેતભાઇ મહેશભાઇ કાણકીયા ઉ.વ ૩૩ ધંધો વાસણની દુકાન રહે મહુવા તા મહુવા જી ભાવનગર
(૨) ભોળાભાઇ ઉન્નડભાઇ વાધ ઉ.વ.૨૩ ધંધો પ્રા નોકરી રહે રામપરા-૨ તા રાજુલા જી.અમરેલી
(૩) જગદીશભાઇ હરસુરભાઇ રામ ઉ.વ ૨૩ ધંધો-પા નોકરી રહે ભેરાઇ તા રાજુલા જી અમરેલી
મળી આવેલ મુદામાલ
(૧) લાલ પીળા વાદળી તથા કાળા કલરના રબરના પડ વાળો કાપેલ કટકા જે તાંબાનો કેબલ ૨૪૦ એમ એમ સ્કવેરનો આશરે ૨૫ મીટર જેટલો જેની કિ.રૂ.૫૦,૦૦૦/- તેમજ લાલ પીળા વાદળી કાળા કલરનો આટી વાળો પાતળા રબરના પડ વાળો કેબલ ૯૫ એમ એમ સ્કવેરનો આશરે ૨૪ મીટર જેની કિ.રૂ.૧૮,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૮,૦૦૦/- નો વાયર (૨) એક મહેન્દ્ર કંપનીની સફેદ કલરની આરમોડા ફોરવ્હીલ જેના રજી નં. GJ 04 2056 7ોના ચેસીજન 28149 તેમજ એન્જીન. 28149 જેની કિા ૯૦૦૦૦/-
આ કામગીરી અમરેલી પૌલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પીલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા,સા નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટેના પો સબ ઇન્સ શ્રી ડી.બી મજીઠીયા તથા એ એસ આઇ હિંમતભાઇ રાઠોડ તથા હેડકોન્સ પ્રવિણભાઇ બારીયા તથા પો.કોન્સ અજયભાઇ વાઘેલા તથા ભરતભાઇ પરમાર તથા રામભાઇ મેપાળ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


