ઉમેદારો તેમજ વિવિધ સંગઠનો દ્રારા ડે.કલેક્ટરને લેખિત રજુઆત કરી..
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં બેરોજગારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પેપર ફુટવું બહું થયું ક્લાર્કનું પેપર ફુટતું રોકવા સરકાર નિષ્ફળ નિવડી હોય ગુજરાત સરકાર તુરંત જુનીયર કલાર્કની પરીક્ષા ફરી પુરેપુરી
તકેદારી સાથે લઈ બેરોજગાર યુવાનોને યોગ્ય ન્યાય મળે અને બેરોજગાર યુવાનોને યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધીનગર સુધી ગાંધી
ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી સાથે ઉના તાલુકાના બેરોજગાર ઉમેદવાર યુવાનો તેમજ વિવિઘ સંગઠનો
મોટા ડેસર ગ્રામ પંચાયત ભરત શિગડ, અખિલ ભારત યુવા કોળી /કોરી સમાજના પાંચાભાઇ દમણીયા, તેમજ ભરત રાઠોડ, રસિક
ચાવડા, ધર્મેન્દ્ર સોલંકી, મહેન્દ્ર બાંભણીયા, અશ્વિન સોલંકી, મુકેશ સોલંકી સહીતના યુવાનો દ્વારા ઉના પ્રાંત અધિકારી ડે. કલેક્ટર
રાવલ સમક્ષ લેખીત રજુઆત સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું..
ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાના પેપર અનેકવાર ફુટવાથી તૈયારી કરતા યુવાનોનો સરકાર પરથી વિશ્વાસ ઉડી રહયો છે. યુવાનો
પેપર ફુટવાથી માંનસીક ભાંગી પડયા છે. અને અમુકવાર તો નાસીપાસ થઇ ગેરમૉંગ તરફ જઈ રહયા છે. અનેકવાર પેપર ફુટવા છતા
શામાટે પેપર ફોડનાર પર કડકમાં કડક કાયૅવાહી કરવામાં આવતી નથી. સંવેદનશીલ સરકાર શામાટે બેરોજગાર યુવાનોની સંવેદના પર
ખરી ઉતરતી નથી. પેપરને ફુટતું રોકવા સરકાર નિષ્ફળ નિવડી હોય ગુજરાત સરકાર તુરંત જુનીયર કલાર્કની પરીક્ષા ફરી પુરેપુરી
તકેદારી સાથે લઈ બેરોજગાર યુવાનોને યોગ્ય ન્યાય આપે. સાથે બહાર ગામથી પરીક્ષા આપવા આવતા યુવાનોને પરીક્ષા કેન્દ્ર સુધી
લાવવા લઈજવા માટે ટ્રાન્સપોટેશન તથા રહેવા જમવાની સુવીધા મફત આપવવામાં આવે, સરકાર સંપુર્ણ પારર્દેશિત પરીક્ષા યોજે
અને પેપર ફોડનારની તટસ્થ તપાસ કરી સંડોવાયેલ તમામની પર કડકમાં કડક કાર્યવાહી કરે. પરીક્ષાની તૈયારી કરતા બેરોજગાર
યુવાનોને ન્યાય આપવામાં આવે અને બેરોજગાર યુવાનોને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આપેલ..


