લોકેશન : ખેડા મહુધા
અહેવાલ : નિસાર શેખ મહુધા
મહુધા તાલુકાના નંદગામ ખાતે પે સેન્ટર શાળા ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા શાળા પરિવાર,શાળાના તમામ બાળકો,શાળાના બાળકોના વાલીઓ,S.M.C નાં તમામ અધ્યક્ષ,સદસ્ય,ગ્રામપંચાયત નાં સરપંચ,તમામ સદસ્યો,દુધ મંડળીના ચેરમેન,સેક્રેટરી,તમામ સદસ્યો,ગામના અગ્રણીઓ અને ગ્રામજનો નંદગામ પ્રાથમિક શાળામાં ભણેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળા સ્થાપના દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમા શાળાના તમામ બાળકોને તથા મહેમાનોને શાળા પરિવાર તરફથી તિથિ ભોજન કરાવવામાં આવ્યું.
મહાનુભાવો તથા શાળા આચાર્ય દ્વારા ઉજવણી નિમિત્તે ઉદબોધન કરવામાં આવ્યું તેમજ ગ્રામજનો અને શાળા પરિવાર વતી ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું તે બદલ શાળાના મુખ્ય શિક્ષકે દરેક નો આભાર વ્યક્ત કર્યો હતો.


