Gujarat

પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના શિક્ષિકા શ્રી શિલ્પાબેન દેસાઈ સતત સાતમી વખત જિલ્લા કક્ષાએ નવતર પ્રયોગ રજૂ કરનાર જિલ્લાના પ્રથમ મહિલા શિક્ષિકા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ તારીખ ૧૧/ ૧/ ૨૩તેમજ ૧૨/ ૧ /૨૩ ના રોજ ખેડૂત તાલીમ કેન્દ્ર અમરેલી ખાતે યોજાયો હતો .આ ઇનોવેશન ફેરમાં પ્રાથમિક વિભાગમાં કુલ ૫૪ શિક્ષકો તેમજ હાઈસ્કૂલ વિભાગમાંથી ૧૪ શિક્ષકો એમ કુલ ૬૮ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા. શિલ્પાબેન દેસાઈનું આ સાતમું ઇનોવેશન હતું. જિલ્લા કક્ષાએ સતત સાતમી વખત નવતર પ્રયોગ રજૂ કરનાર જિલ્લાના એકમાત્ર મહિલા શિક્ષિકા તરીકે બહુમાન મેળવ્યું હતું. એમનું ઇનોવેશન હતું,’ પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન ‘…વિવિધ સંસ્થાઓ જેમ કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત માતૃભાષા દિન સ્પર્ધા તેમજ વસંત પંચમી ક્વીઝ ,GIET અનેરાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજિત ચિત્રકલા મહોત્સવ ,  શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, બળવંત પારેખ વિજ્ઞાન નગરી ભાવનગર આયોજિત ઇન્ડિયન સાયન્સ ઓલમ્પિયાડ, સદાશિવ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આયોજિત ઈંગ્લિશ એફિસીયન્સી એક્ઝામ, મુંબઈ દ્વારા આયોજિત રંગોત્સવ સેલિબ્રેશન ,અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કલા વાટીકા ફાઉન્ડેશન અમરેલી દ્વારા આયોજિત મકરસંક્રાંતિ ,શિવ મહિમા, વસંતના વધામણા, સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા ,રાષ્ટ્રીય કલા સંઘ સુરત આયોજિત ચિત્ર સ્પર્ધા ,મહેર યુનિવર્સિટી ચેન્નાઈ આયોજિત યોગા ડ્રોઈંગ સ્પર્ધા ,શિક્ષણ કુંજ કચ્છ આયોજિત રંગોળી સ્પર્ધા તેમજ માતૃભાષા દિન કવીઝ, સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ સંસ્કૃત ભારતીય અમરેલી આયોજિત સંસ્કૃત ઉત્સવ અંતર્ગત શ્લોક ગાન સ્પર્ધા …સંસ્કૃતમાં સમૂહ ગીત સ્પર્ધા, સંસ્કૃત ગીત પર નૃત્ય સ્પર્ધા ,તેમજ સંસ્કૃત વાર્તા સ્પર્ધા… આમ વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને ૨૩ અલગ અલગ સ્પર્ધાઓમાં બાળકોને ભાગ લેવા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપેલ. શાળામાંથી મોટાભાગના બાળકોએ આવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો હતો. આ વર્ષે રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા ઇન્ટરનેશનલ સ્પર્ધા યોજાશે,જેમાં શાળામાંથી ૧૧ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલે ભાગ લેશે તેવું બેનશ્રીએ જણાવ્યું હતું.વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ભાગીદારી નોંધાવી હતી,જેના પરિણામે બાળકોની સુષુપ્ત શક્તિઓ ઉજાગર થતી તેમજ વિવિધ કૌશલ્યોની ખીલવણી થઈ હતી. આ તકે જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત ,ડાયેટ અમરેલી ના પ્રાચાર્યા શ્રીદક્ષાબેન પાઠક, શ્રી ડી આઇ સી કોઓર્ડીનેટર શ્રી ભરતભાઈ ડેર સાહેબ, સાવરકુંડલાના ટીપીઇઓ સાહેબ શ્રી મકવાણા સાહેબ, બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી દર્શનાબેન જોશી, સી.આર.સી કોઓર્ડીનેટર શ્રી વિપુલભાઈ દુધાત તેમજ સમગ્ર જિલ્લાના ટીપીઓ, બીઆરસી, સી.આર.સી કોર્ડીનેટર, એચ ટાટ આચાર્યશ્રીઓ, તેમજ દરેક શાળાઓમાંથી એક એક શિક્ષક તેમજ લાયન્સ ક્લબ અમરેલીના ચેરમેન  રાકેશભાઈ નાકરાણી કલા વાટીકા ફાઉન્ડેશન અમરેલીના આયોજક શ્રી ડોક્ટર ભારતીબેન બોરડ વગેરેએ બેન શ્રી ના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ખૂબ જ રાજીપો વ્યક્ત કરેલ અમરેલી જિલ્લાની ૮૨ શાળાઓના શિક્ષકોએ બેનશ્રીનો આ નવતર પ્રયોગ પોતાની શાળામાં લઈ જવા અંગે તત્પરતા દર્શાવી હતી તેમજ માર્ગદર્શન લીધું હતું. બેનશ્રીનું આ નવતર પ્રયોગ ૮૨  જેટલી શાળાઓમાં પહોંચશે અને એ તમામ બાળકોને લાભ મળશે એ વાતનો ખૂબ જ આનંદ અને ગૌરવ છે બેન શ્રી ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…….

IMG-20230120-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *