નવીદિલ્હી
પોરબંદર નજીકના ઓડદર ગામેથી ઝડપાયેલા જુગારધામ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચના ઁૈં અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા પોરબંદર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ઁૈં હાર્દિક શ્રીમાળી અને હેડ કોન્સ્ટેબલ હરેશ આહીરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તપાસ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા વેરાવળ એસપીને સોંપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ઓડદર ગામે ઝડપાયેલી જુગારની ક્લબમાં લોકલ ક્રાઈમ બ્રાંચના ઁૈં અને હેડ કોન્સ્ટેબલે મોટાપાયે તોડ કર્યો હોવાનું સામે આવ્યુ હતુ. વેરાવળ ડીવાયએસપીની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદરમાં જિલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે કાર્યવાહી કરી હતી. ઓડદર ગામની સીમમાં ચાલતા જુગારના મિની ક્લબ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે જુગાર રમતા ૧૨ શખ્સોની ધરપકડ કરી હતી સાથે જ મોબાઇલ, વાહન, અને રોકડ રકમ સહિત ૧૨.૫૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતા. જુદા-જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દરોડામાં જાેડાયા હતા. જુગારધામ ઝડપી પાડ્યું હતું.