વડોદરા
વડોદરા શહેર પોલીસ તેમણે જપ્ત કરેલા વાહનોની હરાજી કરવા જઇ રહ્યુ છે. જાે કે મળતી માહિતી પ્રમાણે આ વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટલમાં કરવામાં આવે તેવી શક્યતા છે. મદદનીશ પોલીસ કમિશ્નર છ ડિવિઝન હસ્તકના ત્રણ પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વાહનોની હરાજી ૧૨મી તારીખે રાખવામાં આવી છે. જાે કે આ શક્યતા એવી છે કે રાજ્યમાં સૌપ્રથમ વાર જૂના અને ભંગાર વાહનોની હરાજી હોટેલમાં રાખવામાં આવી હોવાનું મનાઇ રહ્યુ છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથક દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરાયેલા જૂના અને ભંગાર વાહનોની હરાજી કરાશે. ટુ વ્હીલ૨ અને થ્રી વ્હીલ૨ ૨૯ વાહનો, ફતેગંજ પોલીસ મથકના ૧૦૦ ટુ વ્હીલર અને છાણી પોલીસ મથકના ટુ વ્હીલર,થ્રી વ્હીલ૨ અને ફોર વ્હીલ૨ મળી ૬૦ વાહનો મળી કુલ ૧૮૯ વાહનો કબજે કરાયેલા હતા. આ વાહનોની જાહેર હરાજી ૧૨ જૂન ૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થશે. સયાજીગંજ પ્રતાપગંજ પોલીસ ચોકીની બાજુમાં હોટેલ લોર્ડ્સ રિવાયવલની અંદર આ હરાજી રાખવામા આવી છે. જેથી ભંગારના વેપારી તથા જૂના વાહનો ખરીદવા રસ ધરાવનારાને હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે. જાેકે આ થ્રી સ્ટાર હોટેલમાં બેન્કવેટ હોલનુ ભાડું એક લાખ કે એનાથી વધારે હોવાની માહિતી હોટેલ મેનેજર દીપક ગુપ્તાએ આપી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ હરાજીને લઇને છઝ્રઁ ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, હરાજી અંગે ત્રણ મહિનાથી કાર્યવાહી ચાલી રહી હતી. ૧૮૯ વાહનની હરાજી છે. વધારે વેપારી આવી શકે છે પરિણામે ચોકીમાં જગ્યા ઓછી પડે એવા સંજાેગો ઊભા થાય તેથી હોટેલ સંચાલકોને જાણ કરી રાખી છે.