Gujarat

પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના મુજબ તા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન અમરેલી જીલ્લા ખાતે ‘‘સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન’’ ની આજથી શરૂઆત કરવામાં આવેલ. આ અભિયાન અંગેની શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના અધ્યક્ષ સ્થાને SHE TEAM ના મહિલા કર્મચારીઓની મિટીંગ લેવામાં આવેલ હતી. 

• આ અભિયાન અંતર્ગત અમરેલી જીલ્લા ખાતે કાર્યરત SHE TEAM ના મહિલા કર્મચારીઓ દ્રારા અમરેલી જીલ્લામાં વસવાટ કરતા સિનિયર સિટિઝનની રૂબરૂ મુલાકાત લઇ સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવનાર છે. જેથી કરી સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને અને સાયબર ક્રાઇમ વિશે શિક્ષિત થઇ શકે. આ ઉપરાંત SHE TEAM દ્રારા આ મુલાકાત દરમ્યાન સિનિયર સિટિઝનની તેઓને પડતી તકલીફની માહિતી મેળવી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવનાર છે.
• SHE TEAM ના મહિલા કર્મચારીઓ દ્રારા સિનિયર સિટિઝનની રૂબરૂ મુલાકાત સમયે સાયબર ક્રાઇમ અવેરનેસ અંગેના પેમ્પલેટ (સુચનાપત્ર) આપવામાં આવનાર છે. જેમાં સાયબર ક્રાઇમ થી બચવા માટેના સુચનો, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર આપવામાં આવેલ છે. જેના થકી જયારે પણ સિનીયર સિટીઝનને પોલીસ ની મદદની જરૂરીયાત ઉપસ્થિત થયે, પોલીસની ત્વરીત મદદ મળી શકે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230411-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *