મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત પોસ્ટલ સ્ટેમ્પ ડિઝાઇન સ્પર્ધા સમગ્ર ભારતમાં પોસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવી હતી.
જેમાં ભારતભરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં તારીખ ૧૧/૨/૨૦૨૩ ના રોજ નવી દિલ્હી ખાતે પ્રથમ ક્રમે આવનાર દસ વિદ્યાર્થીઓને રેલ્વે મંત્રી અશ્વિનીજી વૈષ્ણવ અને ખેડા જિલ્લા સાંસદ તથા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં જવાહર નવોદય વિદ્યાલય ખેડા કઠલાલ જે.ડી પેઇન્ટર આર્ટ ટીચર દ્વારા માર્ગદર્શન મેળવનાર દસમા ધોરણની વિદ્યાર્થીની કુમારી.માહી મહેશભાઈ પ્રજાપતિ એ આઝાદી કા અમૃત મહોત્સવ પર આયોજિત સ્ટેમ્પ ડિઝાઇન પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન તેમજ નેશનલ લેવલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.