Gujarat

પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ (વોટરશેડ) યોજના અંતર્ગત સાવરકુંડલા તાલુકામાં નવા ચેકડેમ/તળાવો બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂપીયા ૧ કરોડ ૭૭ લાખના કામો મંજુર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
પ્રઘાનમંત્રી કૃષી સિંચાઇ(વોટરશેડ) યોજનામાં સાવરકુંડલા તાલુકાના મૉટાઝિંઝુડા, પીઠવડી, વિજયાનગર ગામોએ વધુમાં વધુ વરસાદના પાણીનો સંગ્રહ થઇ શકે અને પાણીના જળસ્ત્રાવ ઉંચા આવે તેવા સ્થળોએ નવા ચેકડેમ/તળાવોના કામો મંજુર કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તાર વિકાસ અને ખેતીલક્ષી યોજનાને ધ્યાને લઈ પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ યોજનામાં મોટાઝિંઝુડા ગામે નવા ચેકડેમ-૬, તળાવો-૨, હયાત  ચેકડેમને રીપેરીંગ – ૨, સ્ત્રાવ કુવા – ૬ કુલ કામ ૧૬ની રકમ ૪૩,૫૨ લાખ તેમજ પીઠવડી ગામે નવા ચેકડેમો-૯, નાના ચેકડેમો – ૪, ચેકડેમ રીપેરીંગ -૨ અને સ્ત્રાવ કુવા – ૪ તેમજ હયાત તળાવો ઉંડુ ઉતારવાનું ૧  કામની રકમ ૫૬.૪૦ અને વિજય નગર ગામે તળાવના વેસ્ટ વિયરનું સી.સી કામ તેમજ ખેતર પાળાનું કામ – ૨ ની રકમ ૫.૮૦ લાખ મળી કુલ રકમ ૧૦૫.૭૨ લાખ જેવી માતબર રકમ મંજુર કરાવેલ છે, જે કામો ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ(વોટરશેડ) યોજનામાં વ્યકિતગત લાભાર્થીએ પોતાની ખેતી સાથે પશુપાલન કરતા થાય તે માટે પશુ નિદાન કેમ્પ દુધાળા પશુઓ માટે કિટ વિતરણ તેમજ જમીન વિહોણા કે ઓછી આવક ધરાવતા ગ્રામ્ય કક્ષાના લોકોને સ્વસહાય જુથોના સભ્યોને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે ૩.૬૦ લાખ મંજુર કરવામાં આવેલ છે. આ યોજના મોટાઝિંઝુડા અને વિજયાનગર ગામે પશુ આરોગ્ય મેળો અને કીટ વિતરણ અને સ્વ રોજગારી માટે તાલીમો આપવામાં આવશે.

IMG-20230302-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *