Gujarat

પ્રાંતિજ ખાતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા પાલિકા દ્રારા ચેકીંગ હાથધરાયુ

– કુલ ચાર હજાર નો દંડ પાલિકા દ્રારા વસુલ કરવામા આવ્યો
– ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા પ્રાંતિજ પાલિકા દ્રારા સંયુક્ત ચેકીંગ હાથ ધરયુ

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે હાલ ગરમી ને લઈ ને બિમારીઓ સહિત રોગચાળો અટકાવવા માટે વિવિધ ખાધ્ય પદાર્થો નુ ચેકીંગ સહિત દંડ વસુલ કરવામા આવ્યો હતો

પ્રાંતિજ ખાતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ હિંમતનગર તથા પ્રાંતિજ નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે આજે પ્રાંતિજ બજાર સહિત વિસ્તાર મા ઠંડા પીણા નો ધંધો કરતા તથા ફુટ નુ વેચાણ કરતા તથા ખાધ્ય તેલ સહિત અખાદ્ય પદાર્થો નુ સરપાઇઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમા ભાંખરીયા બસસ્ટેશન , એપ્રોચરોડ , બજાર સહિત વિસ્તાર મા ચેકીંગ હાથધરવામા આવ્યુ હતુ અને ૫૦૦ થી ઉપર દંડ વસુલ કરવામા આવ્યો હતો જેમા કુલ-૪૦૦૦ નો દંડ વસુલ કરવામા આવ્યો હતો તો પ્રાંતિજ નગરપાલિકા ના આરોગ્ય અધિકારી સંજયભાઈ ચૌધરી , મુકેશભાઇ પરમાર , ગોપાલભાઇ પટેલ સહિત આરોગ્ય ટીમ સહિત હિંમતનગર થી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની ટીમ ઉપસ્થિત રહી હતી ને લારીઓ ,દુકાનો સહિત બજાર મા જઇ ને અખાદ્ય ચીજ વસ્તુઓ નો જથ્થો લઇ ને નાશ કરવામા આવ્યો હતો અને કેટલાક વેપારીઓ પાસે થી દંડ પણ વસુલવામા આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *